સગર્ભા સ્ત્રીને સેક્સ ટ્રાફિકિંગથી બચાવવા માટે એક કેબ ડ્રાઇવરની પ્રશંસા કરવામાં આવી રહી છે. ખરેખર કેબ ડ્રાઇવરને મહિલા સાથે કુંટણખાને જવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ આ બહાદુર કેબ ડ્રાઇવરે પરેશાન મહિલાને પોલીસને હવાલે કરી દીધી હતી. આ કેસ બ્રિટનના વેસ્ટ મિડલેન્ડ્સનો છે.

બ્રિટનની પોલીસ મહિલાને બચાવવા માટે સત્તાવાર રીતે હીરો ટેક્સી ડ્રાઈવર તાહિર મહેમૂદનું સન્માન કરશે. એક અહેવાલ અનુસાર, આ મહિલાને, સેક્સ ટ્રાફિકિંગમાં ધકેલવા બદલ રોબર્ટ એનેસ્કુ નામના વ્યક્તિને દોષી ઠેરવવામાં આવ્યો છે.
મહિલાએ કહ્યું હતું કે તે મસાજ કામદારની નોકરી માટે આવી છે, પરંતુ તેને સેક્સ વર્ક કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું. અને રોમાનિયાની રહેવાસી મહિલાને બ્રિટનમાં બંધક બનાવવામાં આવી હતી.

આ મહિલાને પોલીસ દ્વારા ફેબ્રુઆરી 2018 માં રેસક્યું કરવામાં આવી હતી. પરંતુ આ કેસ માં મહત્વની ભૂમિકા નિભાવનાર, કેબ ડ્રાઇવરની ભૂમિકા તાજેતરમાં જ સામે આવી છે. પોલીસનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે ડ્રાઇવરે મહિલાને કેવી રીતે બચાવી હતી.

દોષી બનેલા રોબર્ટ એનેસ્કુની પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ બાદમાં જામીન મળતા તે છટકી ગયો હતો. તેની ગેરહાજરીમાં કોર્ટે તેમને 9 વર્ષની સજા સંભળાવી હતી.
આ પણ વાંચો :વિશ્વનું પહેલું કબ્રસ્તાન, જ્યાંથી વર્ષો પછી હાડપિંજર દૂર કરવામાં આવે છે, કારણ જાણીને થશે આશ્ચર્ય
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
