ભાજપનાં દિગ્ગજ પીઢ નેતા અને પૂૂર્વ પ્રથમ મહિલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની અણધારી, અચાનક વિદાય. સુષ્મા સ્વરાજનાં સ્વર્ગવાસથી ભારતીય રાજકીય ક્ષેત્રને મોટી ખોટ પડી છે. દેશ-વિદેશમાં ભારતની ખ્યાતિ અને માનનો રસ્તો કંડારનાર સુષ્મા સ્વરાજ પોતાનાં કામ અને કામ કરવાની રીતે માટે ન ફક્ત દેશમાં પણ વિદેશમાં પણ એટલા જ પ્રખ્યાત હતા.

સુષ્મા સ્વરાજને અચાનક હાર્ટની તકલીફ જણાતા દિલ્હીની એમ્સ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, એમ્સનાં સત્તાવાર અહેવાલમાં સ્વરાજનાં સ્વર્ગવાસને પુષ્ટી આપવામા આવી છે.
Former External Affairs Minister & senior BJP leader, Sushma Swaraj, passes away. pic.twitter.com/4L59O73xQU
— ANI (@ANI) August 6, 2019
તબિયત નાંદુરસ્ત થતાની સાથે જ સુષ્મા સ્વરાજને તુરંત દિલ્હીની એમ્સ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. સુષ્મા સ્વરાજને એમ્સમાં દાખલ કરવામા આવતા જ ભાજપનાં કેન્દ્રીયમંત્રી ડૉ. હષર્વધન એમ્સ પહોંચી ગયા હતા. જો કે, હોસ્પીટલમાં દાખલ કરાયાની ગણતરીની કલાકોમાં જ તેમનાં નિધનની પુષ્ટી કરવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે સુષ્મા સ્વરાજ લોકસાભા 2019માંથી પોતાની નાદુરસ્ત તબિયતનાં કારણે જ ખસી ગયા હતા.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
https://www.facebook.com/mantavyanews/videos/589449508128625/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
