ગાંધીનગર
રાજ્યમાં જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ સરકારની ઇલેક્શન લક્ષી જાહેરાતો વધી રહી છે.પેટ્રોલ અને ડીઝલમાં 4 ટકાનો વેટ ઘટાડ્યા બાદ રાજ્ય સરકારે આજે નવી ગારમેન્ટ અને એપરલ પોલિસી જાહેર કરીને કાપડના વેપારીઓને આકર્ષવા પ્રયત્ન કર્યો હતો.
સીએમ વિજય રૂપાણીએ બુધવારે જણાવ્યું હતું કે રાજ્યમાં નવી 16 જીઆઇડીસી શરૂ કરવામાં આવશે.રાજ્યમાં 2400 હેક્ટરમાં બનનારી આ જીઆઇડીસીમાં 14 હજાર જેટલાં કારખાના ઉભા થશે, જેના કારણે 1 લાખ લોકોને રોજગારી મળશે.આ કારખાનાઓને સરકાર 5 વર્ષ સુધી સહાય કરશે.
સરકારના જણાવ્યા પ્રમાણે,
અમદાવાદ,રાજકોટ,મોરબી,જામનગર,દાહોદ,અરવલ્લી,જામનગર,સુરેન્દ્રનગર,તાપી જેવા મહત્વના જીલ્લાઓમાં આ જીઆઇડીસીની સ્થાપના થશે.ગારમેન્ટક્ષેત્રે કામ કરતી મહિલાઓને 4000 રૂપિયાની સહાય થશે,જ્યારે પુરૂષ કારીગરોને 3200 રૂપિયાની સહાય મળશે.વીજ બીલમાં પાંચ વર્ષ સુધી યુનિટ દીઠ 1 રૂપિયાની સહાય મળશે.
