Not Set/ આણંદ: સોજીત્રાના ત્રંબોવાડમાં પાણીની ટાંકીની જર્જરિત હાલત, ઉદાસીન તંત્ર

આણંદ જિલ્લાના સોજીત્રા પાસે આવેલા ત્રંબોવાડમાં પાણીની જર્જરિત ટાંકી આવેલી છે. આ પાણીની ઓવરહેડ ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે. ત્યારે આ જર્જરિત ટાંકી તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તો ખડીયારાપુરામાં પણ પાણીની ઓવર હેડ ટાંકી છેલ્લા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે. તો બીજી બાજુ સોજીત્રા તાલુકાના […]

Top Stories Gujarat

આણંદ જિલ્લાના સોજીત્રા પાસે આવેલા ત્રંબોવાડમાં પાણીની જર્જરિત ટાંકી આવેલી છે. આ પાણીની ઓવરહેડ ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે. ત્યારે આ જર્જરિત ટાંકી તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

તો ખડીયારાપુરામાં પણ પાણીની ઓવર હેડ ટાંકી છેલ્લા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે. તો બીજી બાજુ સોજીત્રા તાલુકાના પરોલ ગામમાં પણ આજ પ્રકારની ઓવરહેડ ટાંકી જર્જરિત હોવાના સમાચાર બે દિવસ પહેલા પ્રસારિત કરાયા હતા. તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ મુલાકાત કરી પરોલ ગામની ઓવરહેડ ટાંકી બંધ કરવાની સૂચના આપી હતી. જોકે ટીડીઓ દ્વારા ખડીયારાપુરામાં જોખમી ટાંકી ઉતારવાની કાર્યવાહી ક્યારે કરાશે તે પ્રશ્ન સ્થાનિકોને મૂંઝવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.