Not Set/ #મંતવ્ય_નવરાત્રી : છઠ્ઠા દિવસે કરો માઁ કાત્યાયની આરાધના

નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા નવ સ્વરુપની પૂજા-આર્ચના કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને દાંડિયા રમીને લોકો નવરાત્રિના તહેવારની ઉજવણી કરે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે […]

Top Stories

નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા નવ સ્વરુપની પૂજા-આર્ચના કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને દાંડિયા રમીને લોકો નવરાત્રિના તહેવારની ઉજવણી કરે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એકમાત્ર શારદીય નવરાત્રી જ છે જેની ઉજવણી ખૂબ જ વ્યાપક સ્વરુપે કરવામાં આવે છે.

તો આવો જાણીએ છઠ્ઠા એટલે કે આજના દિવસે માં આદ્યશક્તિ જગદંબાના કયા સ્વરૂપની પૂજા અર્ચના કરવાથી કેવું ફળ મળે છે.

છઠ્ઠો દિવસઃ માં કાત્યાયની સ્વરુપ

નવરાત્રીના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઋષી કાત્યાયનની તપસ્યાથી પ્રસન્ન થઈને દેવીએ તેમના ઘરે પુત્રી તરીકે અવતરવાનું વરદાન આપ્યું હતું. માંનું આ સ્વરુપ અમોઘ ફળદાયક ગણાય છે. એટલે કે આ સ્વરુપની પૂજા-અર્ચનાથી એવું ફળ મળે છે જેનો ક્યારેય નાશ નથી થતો.

આ મંત્રના જપ સાથે કરો માં કાત્યાયની સ્વરુપને પ્રસન્ન

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहन | कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी ||