Not Set/ ખુબ વાહવાહી લૂંટેલ, “108 – એમ્બ્યુલન્સ” મામલે ખુદ CMને કેમ આપવા પડ્યા તપાસનાં આદેશ, જાણો શું છે કારણ…

જીવન રક્ષક જો ભક્ષકનો ભાગ ભજવે તો શું થાય છે તેનો દાખલો ખુદ ગુજરાતનાં કોમન મેન(CM)ને જ દુ:ખ રીતે અનુભવાયો. જી હા, મુખ્યમંત્રીને જો સરકારની સેવાનાં આવા “સારા” અનુભવો થતા હોય તો કોમન મેનની વાત જ શી કરવી તો સમજી શકવા જેવી વાત છે. નાદુરસ્ત શ્વાસ્થ સમયે લોકોનાં જીવ બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા […]

Top Stories Gujarat Rajkot Others

જીવન રક્ષક જો ભક્ષકનો ભાગ ભજવે તો શું થાય છે તેનો દાખલો ખુદ ગુજરાતનાં કોમન મેન(CM)ને જ દુ:ખ રીતે અનુભવાયો. જી હા, મુખ્યમંત્રીને જો સરકારની સેવાનાં આવા “સારા” અનુભવો થતા હોય તો કોમન મેનની વાત જ શી કરવી તો સમજી શકવા જેવી વાત છે.

નાદુરસ્ત શ્વાસ્થ સમયે લોકોનાં જીવ બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે સેવા શરૂ કરવામાં આવેલી હતી, તે 108ની સેવાની બેદરકારીના કારણે ગુજરાત મુખ્યમંત્રીનાં માસીઆઇનું મૃત્યુ થયું છે. વાત ચાર દિવસ પૂર્વની છે, 4 ઓક્ટોબરના રોજ રાજકોટનાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર(મુખ્યમંત્રીનું પણ જ્યાં નિવાસ સ્થાન છે) ત્યાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે રહેતા મુખ્યમંત્રીનાં માસિઆઈ ભાઈ અનિલભાઇ સંઘવીને શ્વાસની તકલીફ થતા તેમના પુત્ર અને પરિવારજનોએ પોતાના મોબાઇલમાંથી 108ને ફોન લગાડ્યો હતો, પરંતુ શરૂઆતમાં 20 મિનિટથી પણ વધુ સમય માટે મોબાઇલ પર 108ને ફોન કરતા સતત વ્યસ્ત આવ્યો હતો અને બાદમાં લેન્ડલાઇનમાંથી ફોન લાગ્યો હતો.

પરંતુ ઓપરેટરેની ગેરસમજ અને બેદરકારીનાં કારણે 108ની ગાડી છેક, ઇશ્વરિયા ગામ સુધી પહોંચી ગઇ હતી. અને જ્યારે એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી ત્યારે ખુબ મોડું થઇ ગયું હતું.  મુખ્યમંત્રીનાં માસિઆઈનું મોત થય ગયું હતું. મુખ્યમંત્રી મંગળવારે રાજકોટ તેમના પરિવારજનોને આશ્વાસન આપવા માટે આવ્યા, ત્યારે સમગ્ર હકીકત ધ્યાન પર આવતા તુરંત કલેક્ટરને આવું કેમ થયું તે અંગે તપાસ કરવા સૂચના આપી હતી.

મુખ્યમંત્રીનો જ પરિવાર અટવાયો તપાસનાં આદેશમાં
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે લોકીક કાર્ય માટે રાજકોટ આવ્યા હતા. માસીના દીકરા અનિલભાઇ કેશવલાલ સંઘવીનું અવસાન થતા તેમના પરિવારજનોને સાંત્વના આપવા તેમનાં નિવાસ સ્થાન સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે ગયા હતા. પરિવારજનોએ 108ની બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવતા, તુરંત મુખ્યમંત્રીએ કલેક્ટરને આ અંગે તપાસ કરવા અને ભવિષ્યમાં અન્ય કોઇ વ્યક્તિ સાથે આવું ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી હતી. અને આ મામલે તપાસનાં પણ આદેશો આપ્યાા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.