અમદાવાદની અગ્રણી સંસ્થા, સેપ્ટ યુનિવર્સીટી આજે દારૂ અને ડ્રગ માટે બદનામ બની છે. અને જે અંગે ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પૌત્ર ધર્મ પટેલે FB પર પોસ્ટ કરતાં વિવાદ છેડાયો છે. ધર્મ પટેલે પોતાની પોસ્ટ માં રોષ ઠાલવતા નવરાત્રિનું આયોજન કરતા સ્ટુડન્ટ્સ એસોસિએશનની નિષ્ફળતાનો બળાપો કાઢ્યો છે. ધર્મ પટેલે જણાવ્યુ હતું કે, મને સેપ્ટ સામે કોઈ પ્રોબ્લમ નથી પરંતુ જ્યારે સેપ્ટમાં દારૂ, ડ્રગ્સ અને અસમાજિક તત્વોના સમાચારો સાંભળું છું ત્યારે સેપ્ટના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે મારી લાગણી દુભાય છે’.
ધર્મ પટેલે સીધું તો નહીં પણ આડકતરી રીતે સેપ્ટ મેનેજમેંટ સેપ્ટ કેમ્પસમાં ચાલતા અસમજીક તત્વોને ડામવામાં મેનેજમેંટ નિષ્ફળ રહયું હોવાની વાત કરી રહ્યા છે. સેપ્ટ યુનિવર્સિટી દારૂ અને ડ્રગ્સ માટે બદનામ છે જ સાથે તેમણે ત્યાં નવરાત્રીના આયોજનને લઈને પણ સવાલ કર્યા છે. કેમ્પસમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માં સેપ્ટ મેનેજમેંટ નિષ્ફળ સાબિત થયું છે.
ગરબાનું આયોજન માત્ર સેપ્ટના વિધ્યાર્થી માટે કરવામાં આવે છે તો, બહારના કરવામાં આવે છે તો સ્ટુડન્ટ્સની સાથે બીજા લોકો અને પોલીસના ખાસ લોકો કેમ્પસમાં આવી જાય છે. એક સમયે ગરબા માટે જાણીતી સેપ્ટ હવે દારૂ અને ડ્રગ્સ માટે બદનામ અને ચર્ચાનો વિષય બન્યો છે. આથી મારો પ્રશ્ન છે કે કેમ 4 હજાર લોકોની ઈવેન્ટને 21 વર્ષના છોકરાને મેનેજ કરવા અપાય છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
