૨૨, ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ બજેટ સત્ર પૂર્વે મહામહિમ રાજ્યપાલશ્રીએ વિધાનસભા સંબોધતા કહ્યું કે, “ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરુ થાય એટલે સૂકા ખેતરો, પલાયન કરતુ પશુધન અને આફતને સહન કરીને ઈશ્વરને મદદની આજીજી કરતા ખેડૂતો હવે ભૂતકાળની વાત બની ગઈ છે બહુ આયામી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યાન્વિત કરીને રાજ્યના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે મારી સરકાર પ્રયાસો કરી રહી છે”
ગત વર્ષે સૂજલામ-સૂફલામ જળ સંચય અભિયાન શરુ કરતા પૂર્વે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ કહેલું કે, પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની જશે.
પરંતુ, આ વર્ષે રાજ્યભરમાંથી ચોમાસા પહેલાં ચોમેરે પાણીના પોકારો પડી રહ્યા હતા, પાણી નથી મળતું અને મળે છે તો તે પ્રદૂષિત. અલબત્ત, મુખ્યમંત્રીશ્રીએ તા. ૨/૫/૨૦૧૯ ના રોજ પત્રકાર પરિષદ ને સંબોધતા કહ્યુકે ૩૧ જુલાઈ સુધી પીવાના પાણીની મુશ્કેલી નહી પડે.
સવાલ એ થાય કે નર્મદા (સરદાર સરોવર)ની જળ સપાટી મે,૨૦૧૯ વખતે ૧૧૯ મીટર હતી. ૧૩ લાખ ધન ફૂટ તળાવો ઊંડા કર્યા છે. ૩૨ જેટલી નદીઓ પુનઃ જીવિત કરી છે. તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. સૌની યોજના ,સુઝલામ સુફલામ યોજનાઓની સફળતા પછી પણ પાણી ના પોકારો કેમ ? આ સવાલ ના જવાબ માં એવું કહેવામાં આવે છે. કે દશ હજાર ગામોમાં ટેન્કર રાજ હતું. હવે માત્ર ૪૫૮ ગામો માં જ છે. શું આ સફળતા નથી ? વર્ષ ૨૦૦૦ પહેલા ગુજરાતમાં પાણીની કેવી પરીસ્થિતિ હતી તેની સરખામણી માં અત્યારે તો આપણે ખુબ જ સદ્ધર છીએ .
૩૨ નદીઓ પુનઃ જીવિત ની વાતો વચ્ચે નર્મદા નદીને દરિયા માં ફેરવી દીધી નર્મદા નદીને સુકીભઠ્ઠ કરી દેતા દરિયાનું પાણી નર્મદાના પટ માં ઘુસી ગયું. સીતેરથી વધારે નર્મદા નદી કિનારે આવેલા ગામો ના પાણી ખારા થઇ ગયા.
ગરુડેશ્વર વિયર થી સરદાર સાહેબની પ્રતિમા સુધી ૧૨ કી.મી.ના સરોવર માટે કેવડીયાની નદીમાં (નર્મદા) પથ્થરો તોડીને તળિયું સમથળ કરી જળમાર્ગ તૈયાર થશે. સરોવર માં ૩૨ મીટર પાણી ભરાશે જેમાં નૌકા વિહાર થશે. ગોરાનો ડુબકપુલ ડૂબી જતા સદંતર બંધ થશે. નર્મદાના પથ્થરો તોડતા નદી નું કુદરતી સોંદર્ય જોખમ માં મુકાશે.
સરકારને પાણીના વાસ્તવિક પ્રશ્નો કરતા પ્રવાસન વિકસાવીને વાહવાહી કરાવવાં નો ચસ્કો લાગ્યો છે.
અવાસ્તવિક લાગતા પ્રોજેક્ટ પાછળ સરકાર ગેલી બની છે. અને ગાજર લટકાવ્યા કરે છે. ૨૦૦૩થી શરુ થયેલા કલ્પસર પ્રોજેક્ટ અંગે ના “ફીઝીબીલીટી” રીપોર્ટસ કરોડોના ખર્ચા કરાયા પછી પણ આજદિન સુધી તૈયાર થયો નથી . જે રીપોર્ટસ તૈયાર થયો છે તે સરકાર જાહેર કરતી નથી. (૨૯ પેરામીટરમાંથી ૨૧ પેરામીટરનો રીપોર્ટ તૈયાર થયો છે)
ભાડભૂત પરિયોજનાને સરકાર કલ્પસરનો ભાગ કહેવડાવે છે. તે હજુ અધ્ધર તાલ છે. ૧૩ મી ગુજરાત વિધાનસભા પ્રથમ સત્રમાં તા. ૧/૪/૨૦૧૩ના રોજ રજુ થયેલ તારાંકિત પ્રશ્ન ક્રમાંક ૫૩૪૭ માં કહેવાયુ હતું કે, કલ્પસર યોજના અન્વયે ભાડભૂત બેરેજ નું બાધકામ વર્ષ ૨૦૧૩-૧૪ માં શરુ કરવાનું આયોજન છે. ત્યારબાદ ઓગસ્ટ ૨૦૧૭ માં વિધાનસભા ચુંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભાડભૂત બેરેજનું શિલાન્યાસ કર્યો. પરંતુ, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ ૧૪મી ગુજરાત વિધાનસભાના ત્રીજા સત્ર માં જણાવ્યું છે. કે, તા ૨૭/૬/૨૦૧૮ ના રોજ ઇજાદારો માટે માહિતી દર્શક ટેન્ડર અપલોડ કરવામાં આવેલ. કામ શરુ થયેથી પાંચ વર્ષમાં પર્ણ કરવાનું આયોજન છે. કામ ક્યારે શરુ થશે તેની ખબર નથી અલબત, ડીસેમ્બર ૨૦૧૨ની ચુંટણી સભાઓમાં તત્કાલીન મુખ્યમંત્રીએ જણાવેલુ કે ૨૦૧૩ માં ભાડભૂત પરિયોજના ચાલુ થઇ જશે.
સરકાર ભાડભૂત પરિયોજના થકી દહેજના ઉદ્યોગોને પાણી આપવા માગે છે. સ્થાનિક લોકોનો ભારે વિરોધ છે. એટલે સરકારે ભાડભૂત પરિયોજનાને પર્યાવરણની સંપત્તિમાંથી જ મુક્ત કરી દીધું હવે, સરકારે પલટી મારી નર્મદાનો પટ દરીયાની ભરતીથી ખારો થયો એટલે સરકાર કહે છે કે, ભાડભૂતનો પાળો તો ખારું રોકવા માટે અમે બનાવવાના છીએ.
ગંગા ભગીરથ ઋષિ લઈ આવ્યા અને અમે નર્મદા નું અવતરણ કરાયું તેવું બતાવવા માત્ર નર્મદા જ ગુજરાતની જીવાદોરી છે, શંકરાચાર્યે “નમામિ દેવી નર્મદે” કહ્યું અને નરેન્દ્રભાઈએ “નર્મદે સર્વદે” આપ્યું અને નર્મદાને કેન્દ્રમાં રાખીને ગુજરાતના પાણી વ્યવસ્થાપનની પદ્ધતિઓ વિકસાવવામાં આવી જેથી નર્મદાનું મહત્વ વધી જાય પણ આનાથી જળ સંકટ ઉભું થયું. નર્મદાના શોષણની જ માત્ર યોજનાઓ બનાવી.
નર્મદાના પાણીની ક્ષમતાનો વિચાર કર્યા સિવાય આખા ગુજરાતને નર્મદાના નીર પહોચાડવાના આયોજનો થયા .(સુઝલામ-સુફલામ, સૌની યોજના વગેરે.)
નર્મદા ડીસ્પ્યુંટ ટ્રીબ્યુનલ ઓ૨૨, ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ બજેટ સત્ર પૂર્વે મહામહિમ રાજ્યપાલશ્રીએ વિધાનસભા સંબોધતા કહ્યું કે, “ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરુ થાય એટલે સૂકા ખેતરોથોરીટી અને નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીના પાયાના નિયમોને તોડી આયોજનો કરાયા. ગુજરાતની પ્રજાને પાણી જોઈએ છે. તે લાગણી અને ભાવનું હ્થીયાર બનાવીને ગુજરાતને નર્મદામય બનાવી દીધું. પાણી સંગ્રહની આપણી જૂની પદ્ધતિઓ ભુલાઈ ગઈ.
સૌની યોજના સંદર્ભે ગત વર્ષ ૨૦૧૬નો આર્થીકક્ષેત્ર પરનો અહેવાલ નંબર-૬ માં લખ્યું છે. કે (પાના ન ૮૦ થી ૮૬) સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડે નવેમ્બર ૨૦૦૮માંજ ૧૩૮.૭૪ કયુસેક પાણીની જળ સંચય વિભાગની જરૂરીયાતનો ઇનકાર કર્યો હતો. પાણીની ખરેખર ઉપલબ્ધતાની પાઈપ લાઈન માટે ઇજારદારને સોપણી યોજના ખર્ચમાં વધારો થવા તરફ દોરી ગઈ હતી.
તા. ૧૫/૫/૨૦૧૭ ના રોજ નર્મદા ડેમની સપાટી ૧૧૯ મીટરની હતી, છતાય નર્મદા નદી કોરી રહી હતી.. પાણીને નામે લોકોને વિશ્વાસમાં લઈને પરંપરાગત પદ્ધતિઓ ખોરવી નાખી. નદીઓને મૃત:પ્રાય કરી દીધી અને હવે જળ સંચયને નામે ફરી વખત નદીઓ પુનઃજીવિત કરવા નીકળ્યા છે.
(ક્રમશ:…)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
