Not Set/ સુરત/ કરોડપતિ હીરાના વેપારીના પરિવાર સહિત 18 મુમુક્ષુ એક સાથે લેશે દીક્ષા

સુરતમાં એક સાથે 18 સંસારીઓ એક સાથે દીક્ષા લેશે,જેમાં અતિ ધનાઢ્ય પરિવાર પણ સામેલ થશે.આગામી 2 ડિસેમ્બરે સુરતમાં 18 ગુજરાતીઓ એક સાથે દીક્ષા લેશે.જે લોકો દીક્ષા લઈ રહ્યા છે એમાં સૌથી ચર્ચિત મુંબઈનો હીરા વેપારીનો સમગ્ર પરિવાર પણ એક સાથે દીક્ષા લેવા જઈ રહ્યો છે. હીરાના જાણીતા વેપારી વિપુલભાઇ શેઠ અને તેમની પત્ની નિપુણાબેન તથા […]

Gujarat Surat

સુરતમાં એક સાથે 18 સંસારીઓ એક સાથે દીક્ષા લેશે,જેમાં અતિ ધનાઢ્ય પરિવાર પણ સામેલ થશે.આગામી 2 ડિસેમ્બરે સુરતમાં 18 ગુજરાતીઓ એક સાથે દીક્ષા લેશે.જે લોકો દીક્ષા લઈ રહ્યા છે એમાં સૌથી ચર્ચિત મુંબઈનો હીરા વેપારીનો સમગ્ર પરિવાર પણ એક સાથે દીક્ષા લેવા જઈ રહ્યો છે.

હીરાના જાણીતા વેપારી વિપુલભાઇ શેઠ અને તેમની પત્ની નિપુણાબેન તથા બે સંતાનો 13 વર્ષની હીર અને 12 વર્ષનો જિનાર્થ છે. દીક્ષા લેવામાં  અમદાવાદના પાલડીની નિરાગી તથા યશ્વી દોશી બંને સગી બહેનો છે.

જાણીતા જૈન આચાર્ય જિનચંદ્રસૂરિ અને યોગતિલક મહારાજની નિશ્રામાં સુરતના  પાલ વિસ્તારમાં 350 જૈન સાધુઓની હાજરીમાં પાંચ દીવસના દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું છે.આ 18 દીક્ષાર્થીઓમાં 12 વર્ષથી લઇને 42 વર્ષના મુમુક્ષુઓ છે. જેમાં સુરતના સાત દીક્ષાર્થીઓ છે.

 28 નવેમ્બરથી શરુ થયેલો દીક્ષા મહોત્સવ અને 2 ડિસેમ્બર સુધી ચાલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.