Not Set/ INDvsSA 2nd Test, Day-2 : કોહલીએ નામે કર્યો વિરાટ રેકોર્ડે, ડોન બ્રેડમેનને પણ પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

વિરાટ કોહલીનાં બેટે એકવાર ફરી મેદાનમાં આગ લગાવી છે. હવે આફ્રિકન બોલરો તેનો શિકાર બની ગયા છે. કેપ્ટન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચનાં બીજા દિવસે 295 બોલમાં બેવડી સદી ફટકારી છે. કોહલીની તેની ટેસ્ટ કારકિર્દીની આ 7 મી ડબલ સદી હતી, જે 28 ચોક્કાની મદદથી આવી હતી. આ સાથે, તેણે […]

Top Stories Sports

વિરાટ કોહલીનાં બેટે એકવાર ફરી મેદાનમાં આગ લગાવી છે. હવે આફ્રિકન બોલરો તેનો શિકાર બની ગયા છે. કેપ્ટન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચનાં બીજા દિવસે 295 બોલમાં બેવડી સદી ફટકારી છે. કોહલીની તેની ટેસ્ટ કારકિર્દીની આ 7 મી ડબલ સદી હતી, જે 28 ચોક્કાની મદદથી આવી હતી. આ સાથે, તેણે ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ બેટ્સમેન સર ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેને તોડવામાં મોટા-મોટા દિગ્ગજો પણ અંતમાં હાર માની ગયા હતા.

https://twitter.com/BCCI/status/1182584375872872448

ઇનિંગની 126 મી ઓવરનાં અંતિમ બોલ પર કોહલીએ એક રન લઇને પોતાના 150 રન પૂરા કર્યા. આ સાથે, કેપ્ટન તરીકે ટેસ્ટ ઇતિહાસમાં તે 150 કે તેથી વધુ રનની ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બની ગયો છે. આ કિસ્સામાં, તેણે બ્રેડમેનને પણ પછાડી દીધા છે. ડોન બ્રેડમેને ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરતા 8 વખત 150 કે તેથી વધુ રનોની ઇનિગ્સ રમી હતી. ત્યારે કોહલીએ 9 મી વખત આ કમાલ કરી બતાવ્યો છે.

આ સાથે, કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં તેના 7000 રન પણ પૂરા કર્યા. તેણે 138 ઇનિંગ્સમાં આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તે અહીં સૌથી ઓછી મેચોમાં પહોંચનાર ત્રીજો ભારતીય બેટ્સમેન છે. ભારત તરફથી વિરેન્દ્ર સહેવાગે 134 અને સચિન તેંડુલકરે 136 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

કોહલીની આ સિધ્ધિ ક્યારે ભૂલી શકાય તેમ નથી. બ્રેડમેનનાં કોઈપણ વર્લ્ડ રેકોર્ડને તોડવું એ મોટી વાત છે. આ કેસમાં વિન્ડિઝનાં બ્રાયન લારા, શ્રીલંકાનાં જયવર્દને અને દક્ષિણ આફ્રિકાનાં ગ્રીમ સ્મિથ અને ઓસ્ટ્રેલિયાનાં માઇકલ ક્લાર્ક પાછળ છે. આ ચાર કેપ્ટને 7 વાર 150 કે તેથી વધુ રન બનાવ્યા છે. હવે આ મામલામાં કોહલી મોખરે છે, તાજેતરમાં કોઇ ટીમનો કેપ્ટન આ શીખરે પહોચી શકે તે દેખાઇ રહ્યુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.