Not Set/ મહિલાને જાહેરમાં જીવતા સળગાવવાનો વીડિયો થયો વાયરલ, ચાર આરોપીઓની ધરપકડ

બિહારનાં અરરિયામાં એક શરમજનક ઘટના સામે આવી છે. 8 ઓક્ટોબરનાં રોજ જિલ્લાનાં રાનીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનાં ભોડહા બેલગચ્છીમાં એક મહિલાને જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં સજની દેવી નામની મહિલા સળગતી હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નવજાત બાળકની […]

Top Stories India

બિહારનાં અરરિયામાં એક શરમજનક ઘટના સામે આવી છે. 8 ઓક્ટોબરનાં રોજ જિલ્લાનાં રાનીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનાં ભોડહા બેલગચ્છીમાં એક મહિલાને જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં સજની દેવી નામની મહિલા સળગતી હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નવજાત બાળકની હત્યામાં ગામલોકોએ પહેલા મહિલાને માર માર્યો હતો, અને પુરાવા છુપાવવા માટે પાછળથી તેને સળગાવી દીધી હતી.

Image result for bihar araria

આપને જણાવી દઇએ કે, ઘટના પહેલા ગ્રામજનોને થોડા દિવસો પહેલા ગુમ થયેલ નવ મહિનાનાં બાળકની લાશ મળી હતી. જે બાદ મૃત બાળકનાં પરિવારે સજની દેવી પર બાઈક ચોરી અને તેની હત્યા કરી હોવાનો આક્ષેપ કરી માર મારવાનું શરૂ કર્યું હતું. આક્ષેપ કરવામાં આવે છે કે, ખરાબ રીતે માર માર્યા બાદ મહિલાનાં કેરોસિન તેલ નાંખીને તેની નિર્દયતાથી બાળીને હત્યા કરી દીધી હતી.

જો કે, આ ઘટના બાદ આ વિસ્તારમાં તંગદિલીની સ્થિત ઉભી થઇ છે. આ જોતા પોલીસ સતત ગામમાં ફરી રહી છે અને આરોપીની ધરપકડ કરવા દરોડા પાડી રહી છે. આ મામલે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.