Not Set/ ગુજરાતમાં પણ  બેન્ક કર્મચારીઓની, બેન્કોના મર્જર સહિત અનેક મુદ્દે હડતાળ

આજે દેશભરમાં ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોયીઝ એસોસિએશન અને બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BEFI) એ 10 મોટી સરકારી બેંકોને 4 મોટી બેંકોમાં મર્જ કરવાના વિરોધમાં 22 ઓક્ટોબરે દેશવ્યાપી બેંક હડતાલનનું એલાન કર્યું છે. જેને લઈને આજે મોટા ભાગનીબેંકો બંધ રહેશે. અમરેલી  અમરેલી ખાતે બેન્કોના મર્જર સહિત અનેક મુદ્દે બેન્ક કર્મચારી હડતાળમાં જોડાયા છે. રાજકોટની તમામ […]

Gujarat Others

આજે દેશભરમાં ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોયીઝ એસોસિએશન અને બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BEFI) એ 10 મોટી સરકારી બેંકોને 4 મોટી બેંકોમાં મર્જ કરવાના વિરોધમાં 22 ઓક્ટોબરે દેશવ્યાપી બેંક હડતાલનનું એલાન કર્યું છે. જેને લઈને આજે મોટા ભાગનીબેંકો બંધ રહેશે.

અમરેલી 

અમરેલી ખાતે બેન્કોના મર્જર સહિત અનેક મુદ્દે બેન્ક કર્મચારી હડતાળમાં જોડાયા છે. રાજકોટની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો એક દિવસ બંધ રહેશે. બેંકોમાં હડતાળથી કરોડોના વ્યવહાર  ઠપ થશે.

અમદાવાદ

અમદાવાદમાં પણ તમામ રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. નવરંગપુરા ખાતે બેંક કર્મીઓ એકઠા થઈ ને મર્જર સહિત ની અનેક સમસ્યાને કારણે એકઠા થયા છે. મોટી સંખ્યામાં બેંક કર્મીઓ એકઠા થયા છે.

સુરત

સુરત ખાતે પણ આજે રાષ્ટ્રીયકૃત બેંકોની દેશવ્યાપી હડતાળની અસર જોવા મળી હતી. મક્કાઇપુલ પાસે એકત્ર થઈ કર્મચારીઓએ વિરોધ નોધાવ્યો હતો. બેંકોના મર્જર સામે કર્મચારીઓએ વિરોધ નોધાવ્યો હતો. દ.ગુજરાતમાં 1000 કરોડનું ક્લિયરન્સ ખોરવાશે. ખાનગી અને સહકારી બેંકોના કર્મચારીઓ અળગા રહ્યા છે.

જામનગર

જામનગર ખાતે પણ આજે બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. બેંકોના એકત્રીકરણના વિરોધમાં હડતાળ કરીને બેન્ક કર્મચારીઓએ દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તહેવાર સમયે હડતાલથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

ભાવનગર:

ભાવનગર ખાતે પણ બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. અને બેંકોના વિલીનીકરણના વિરોધમાં દેખાવો યોજયા હતા. ભાવનગરના વઘાવાડી રોડ પર બેન્ક કર્મીઓનો એકઠાં થઈ વિરોધ  પ્રદર્શન કર્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.