ગુજરાત પેટાચૂંટણી@live
https://www.youtube.com/watch?v=aVKd2cFvyOs
મહેસાણાની ખેરાલુ બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ ચડયો હતો. ઓછું મતદાન બંને પક્ષ માટે એક બહુ જ વિકટ સમસ્યા હતી. ખેરાલુની બાસણા મરચન્ટ કોલેજમાં આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવી છે. જેમાં 14 ટેબલ ઉપર 19 રાઉન્ડના અંતે મત ગણતરી પૂરી થશે. આ પેટા ચૂંટણીમાં માત્ર 46.19 ટકા મતદાન થયું હતું.
ખેરાલુ વિધાનસભા બેઠક પર ભાજપે કબ્જો કર્યો છે. ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરનો ખેરાલુ બેઠક પર વિજય થયો છે. અજમલજી ઠાકોરની 25 હજારથી વધુ મતોની જીત થઈ છે. ભાજપની જીત થતાની સાથે જ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ભાજપ કાર્યકર્તાઓમાં જીતનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અજમલજી સામે કોંગ્રેસના બાબુજી ઠાકોરે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. જોકે બાબુજી ઠાકોરનો કારમો પરાજય થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
