Not Set/ નાગપુર/ હરિયાણાનાં પરિણામ બાદ RSS એ આપી ભાજપને સીધી ચેતવણી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના મુખપત્ર ‘પાંચજન્ય’ એ હરિયાણાનાં પરિણામોને ભાજપ માટે જનતાની ચેતવણી ગણાવી છે. 25 મી ઓક્ટોબરે ‘હરિયાણામાં ભાજપને લોકોની ચેતવણી’ શીર્ષકવાળી મુખપત્રની વેબસાઇટ પર પ્રકાશિત એક લેખમાં કહેવામાં આવ્યું છે કે “આવા પરિણામનો સામાન્ય રીતે અર્થ એ થાય છે કે લોકો સરકારથી ખુશ નથી, પણ સરકારની વિરુદ્ધ પણનથી.” આવા આદેશને જનતાની ચેતવણી […]

Top Stories India

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના મુખપત્ર ‘પાંચજન્ય’ એ હરિયાણાનાં પરિણામોને ભાજપ માટે જનતાની ચેતવણી ગણાવી છે. 25 મી ઓક્ટોબરે ‘હરિયાણામાં ભાજપને લોકોની ચેતવણી’ શીર્ષકવાળી મુખપત્રની વેબસાઇટ પર પ્રકાશિત એક લેખમાં કહેવામાં આવ્યું છે કે “આવા પરિણામનો સામાન્ય રીતે અર્થ એ થાય છે કે લોકો સરકારથી ખુશ નથી, પણ સરકારની વિરુદ્ધ પણનથી.” આવા આદેશને જનતાની ચેતવણી કહી શકાય.”

સંઘનાં મુખપત્રમાં સવાલ ઉભો કરવામાં આવ્યો કે 2019 ની ચૂંટણીમાં વધેલા મત ટકાવારીને વધેલી બેઠકોમાં કેમ ફેરવી શકાયુ નહીં? આ લેખમાં બહુમતીથી દૂર રહેવા માટે ભાજપની નબળાઇઓનાં કેટલાક કારણો ટાંકવામાં આવ્યા છે. મુખપત્રએ લખ્યું છે કે, ખટ્ટર સરકારનાં સાત મંત્રીઓ, જેમનુ ચૂંટણી હારી જવુ તે બતાવે છે કે સરકાર ચલાવવામાં તેમની બિનઅનુભવીતા પ્રથમ સ્થાને આવી હતી. ભૂતકાળમાં કોઈ મંત્રીને વહીવટી અનુભવ ન હતો. લોકોનાં મૂડને સમજવાને બદલે, તેઓએ આદર્શવાદી કામ કરવાનું ચાલુ રાખ્યું, જે લોકોનાં ભાવિ માટે તો સારું હતું, પરંતુ હાલમાં જનતાને તેનાથી તાત્કાલિક રાહત મળી નથી.”

લેખમાં ટિકિટ વિતરણ અંગે ભાજપની ચૂક તરફ ઇશારો કરતા કહ્યું છે કે જે ભાજપનાં નેતાઓ ટિકિટ ન મળતા બળવાખોર થઇને ચૂંટણી મેદાનમાં ઉતર્યા, જેમાથી પાંચ જીતી ગયા. પાંચજન્યએ નબળા પ્રદર્શન માટે ભાજપનાં અતિ વિશ્વાસને મુખ્ય કારણ માન્યુ છે. લેખમાં જણાવાયું છે, “નીતી શિક્ષા કહે છે કે હરીફને ક્યારેય નબળુ ન સમજવું. પરંતુ અતિ આત્મવિશ્વાસને લીધે, તે અંતિમ સમય સુધી બેઠક-દર-બેઠક માટે જુદી જુદી વ્યૂહરચના બનાવવામાં નિષ્ફળ રહ્યા. એક કારણ સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન ન આપવાનું પણ કહેવામાં આવે છે. ભાજપ દ્વારા રાષ્ટ્રવાદનાં મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા હતા, પરંતુ કોંગ્રેસનાં સ્થાનિક લડવૈયા ભૂપેન્દ્રસિંહ હૂડાએ પણ રાષ્ટ્રવાદી મુદ્દાની તરફેણમાં પોતાનું વલણ બતાવીને પોતાનો બચાવ કર્યો હતો.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.