પાકિસ્તાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદી અરેબિયાની યાત્રા માટે પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરવાની ભારતની વિનંતીને નકારી દીધી છે. રવિવારે પાકિસ્તાનનાં મીડિયામાં આ અંગેનાં અહેવાલમાં જણાવાયું છે કે, વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી આ સંદર્ભે ભારતનાં ઉચ્ચ કમિશનરને લેખિત સંદેશાવ્યવહાર કરશે.
વિદેશ કાર્યાલય દ્વારા આજે રવિવાર, 27 ઓક્ટોબરે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોની માનવાધિકારનાં ઉલ્લંઘન અને પાકિસ્તાનને બ્લેક ડે મનાવવા પ્રત્યે એક સાથે રહેવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Pakistan media: Pakistan has denied Prime Minister Narendra Modi's request to use Pakistan’s airspace to travel to Saudi Arabia. Pakistan's Foreign Minister Shah Mehmood Qureshi will be informing the Indian High Commissioner of its decision through a written statement. pic.twitter.com/oBhAReCS3j
— ANI (@ANI) October 27, 2019
તેલ અને ગેસ, નવીનીકરણીય ઉર્જા અને નાગરિક ઉડ્ડયન સહિત વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત બનાવવા માટે સોમવારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખાડી દેશની બે દિવસીય મુલાકાત દરમિયાન ભારત અને સાઉદી અરેબિયા મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરશે. 24 ઓક્ટોબરનાં રોજ, વિદેશ મંત્રાલયનાં સચિવ ટી.એસ. તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, જે મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેમા ભારત-સાઉદી અરેબિયા ડિપ્લોમેટિક પાર્ટનરશિપ કાઉન્સિલની શરૂઆત કરવુ, રુપે કાર્ડ્સ શરૂ કરવા અંગેની સમજૂતી પત્ર અને બન્ને દેશોનાં ઇ-પ્રવાસની પ્રણાલી વચ્ચે સમન્વય લાવવા પર અલગ કરાર શામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
