sports news/ ખેલ જગતમાં ભારે શોક! મનુ ભાકરના કોચ અને દિગ્ગજ શૂટર જસપાલ રાણાનું નિધન

Jaspal Rana Passed Away: ભારતના દિગ્ગજ પિસ્તોલ શૂટર અને મનુ ભાકરના કોચ જસપાલ રાણાનું 49 વર્ષની ઉંમરે દિલ્હીમાં આકસ્મિક નિધન થયું છે. જર્મનીથી પરત ફરતી વખતે તેમની તબિયત બગડી હતી.

Top Stories Sports
Jaspal Rana Passed Away

Jaspal Rana Passed Away: ભારતીય શૂટિંગ જગતમાંથી એક અત્યંત દૂખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દેશના સુપ્રસિદ્ધ પિસ્તોલ શૂટર અને સ્ટાર ખેલાડી મનુ ભાકરના મુખ્ય માર્ગદર્શક-કોચ જસપાલ રાણાનું શુક્રવારે માત્ર 49 વર્ષની નાની વયે દુઃખદ અવસાન થયું છે. જર્મનીના મ્યુનિખ ખાતે આયોજિત ISSF વર્લ્ડ કપની મહત્વપૂર્ણ ટૂર પૂર્ણ કરીને ભારત પરત ફરતી વખતે તેમને અચાનક શારીરિક અસ્વસ્થતા અને અસહ્ય પીડા ઉપડી હતી. નવી દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ તંત્ર દ્વારા તેમને તાત્કાલિક સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) દ્વારા જસપાલ રાણાના આકસ્મિક નિધનની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમય સુધી એક પ્રભાવશાળી ખેલાડી અને કડક કોચ તરીકે રમતને પોતાનું જીવન સમર્પિત કરનાર જસપાલ રાણાની વિદાય એ દેશ માટે ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ છે.

ભારતીય શૂટિંગનો ‘સુવર્ણ ચહેરો’ હતા Jaspal Rana

Jaspal Rana ભારતના સૌથી પ્રતિષ્ઠિત, આક્રમક અને સફળ પિસ્તોલ શૂટર્સમાં મોખરાનું સ્થાન ધરાવતા હતા. 1990ના દાયકામાં જ્યારે ભારતમાં શૂટિંગની રમતનો પ્રારંભિક વિકાસ થઈ રહ્યો હતો, ત્યારે તેમણે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો ત્રિરંગો ગર્વથી લહેરાવ્યો હતો. એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપ જેવી મેગા ઈવેન્ટ્સમાં દેશને અસંખ્ય મેડલ અપાવનાર રાણાએ આ રમતને ભારતના ઘરે-ઘરે લોકપ્રિય બનાવી હતી. તેમની અદ્ભુત સિદ્ધિઓથી પ્રેરિત થઈને જ દેશના લાખો યુવાનોએ શૂટિંગ સ્પોર્ટ તરફ ડગ માંડ્યા હતા.

મનુ ભાકરને ઓલિમ્પિક મેડલ અપાવીને દેશનું નામ રોશન કર્યું

જસપાલ રાણાની કોચિંગ કરિયરનો સૌથી શ્રેષ્ઠ અને સુવર્ણ કાળ સ્ટાર શૂટર મનુ ભાકર સાથે જોડાયેલો રહ્યો છે. મનુ ભાકરની કરિયરના સૌથી ઉતાર-ચઢાવવાળા અને મુશ્કેલ તબક્કામાં રાણાએ તેના સાચા ગુરુ બનીને મોટું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમની સખત ટ્રેનિંગ, શિસ્ત અને પ્લાનિંગના પરિણામે જ મનુ ભાકરે 2024ના પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ અને મિક્સ ટીમ ઇવેન્ટમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. રમત પ્રત્યેના આ અજોડ સમર્પણ બદલ ભારત સરકારે વર્ષ ૨૦૨૦માં તેમને ખેલ જગતના સર્વોચ્ચ એવોર્ડ ‘દ્રોણાચાર્ય એવોર્ડ‘ થી સન્માનિત કર્યા હતા.

છેલ્લી ઘડી સુધી દેશના શૂટર્સને તૈયાર કરવામાં રહ્યા સક્રિય

જસપાલ રાણાની અદભુત પ્રતિભા અને બહોળા અનુભવને ધ્યાનમાં રાખીને નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) દ્વારા ફેબ્રુઆરી 202 coach૫માં જ તેમની ૨૫ મીટર પિસ્તોલ શિસ્તના ‘હાઈ-પર્ફોર્મન્સ કોચ’ તરીકે મહત્વની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી ભારતના યુવા અગ્રણી શૂટર્સને ઓલિમ્પિક અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ માટે ટ્રેનિંગ આપવામાં સક્રિય રહ્યા હતા. તેમના આકસ્મિક જવાથી ભારતે માત્ર એક મહાન શૂટર જ નહીં, પરંતુ ભવિષ્યની પેઢીઓનું ઘડતર કરનારા એક સાચા અને આધુનિક યુગના ‘દ્રોણાચાર્ય’ ગુમાવ્યા છે.


આ પણ વાંચો :  બોલિવૂડના જાણીતા નિર્માતા અને પૂર્વ CBFC ચીફ પહલાજ નિહલાનીનું 76 વર્ષની વયે નિધન

આ પણ વાંચો :  સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો :  જાણીતી અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન, મનોરંજન જગતમાં માતમ