સામગ્રી
બ્રેડ એક પેકેટ
બટર
કોથમીરની તીખી ચટણી
ચાટ મસાલો
થોડી ટામેટાની કટકી
કેપ્સિકમ મરચાંની કટકી
મસાલા માટે
3 નાના બાફેલા બટેટા
1 ચમચી તેલ
2 ડુંગળી, એકદમ બારી સમારેલી
2 લીલા મરચા, બારીક સમારેલા
1/3 ચમચી રાઈ
1/4 વાડકો બારીક સમારેલી કોથમીર
મીઠું (સ્વાદાનુસાર)
થોડી હળદર
સ્વાદાનુસાર લીંબુનો રસ
બનાવવાની રીત
પહેલાં તો મસાલો બનાવાવા માટે બટેટાને બાફી લો. પછી તેને ઠંડા થવા દો. ઠંડા થાય એટલે છાલ ઉતારી લો. હવે આ બટેટાને છૂંદીને માવો બનાવી લો. અને તેને નાની નોનસ્ટિક કડાય કે પછી પેનમા તમે તેલ ગરમ કરો. અને એમા આ રાઈ નાખો. રાઇ બરાબર સેકાય જાય એટલે એમા બારીક સમારેલી ડુંગળી અને મરચા નાખો.
આ સિવાય ડુંગળી અને મરચાને સરસ સાંતળી લો અને ત્યારબાદ એમા મીઠું અને હળદર નાખો અને સાંતળો મીઠું ધ્યાન થી નાખવું જો બટેટા બાફવામાં પણ મીઠું ઉમેરેલું હોય તો એ પ્રમાણે જ મીઠું નાખવુ.
હવે આ ડુંગળીમા બટેટાનો માવો અને કોથમીર નાખો. તેને સરસ મિક્સ કરો અને લીંબુ રસ નાખીને એકાદ મિનિટ શેકો. ત્યારબાદ ગેસ બંધ કરી દો અને તેને 10 મિનિટ માટે આ મસાલો ઠંડો થવા દો.
હવે આ મસાલો તૈયાર છે તો તેને બનાવીએ સેન્ડવિચ બ્રેડની સ્લાઈસ પર બટર અને આ ચટણી લગાવો અને આ આપના ટેસ્ટ મુજબ બંને સાઈડ આપ એક બટર અને આ ચટણી લગાવી શકો હવે આ એક બાજુ બટેટાનો માવો પાથરો અને તેને ચમચીની ઊંધી બાજુથી તેને સરસ રીતે એક પાથરી શકાય. અને એના પર આ ટામેટાની સ્લાઈસ અને આ કેપ્સિકમ મરચા પાથરો. ઉપર ચાટ મસાલો ભભરાવો.
હવે તેના પર આ બીજી સ્લાઈસ મૂકી આ સેન્ડવિચ તૈયાર કરો. અને તને ઉપર થોડું બટર એ લગાવવુ અને આ સેન્ડવિચને ગ્રીલર કે ટોસ્ટરમા એક કડક કરો. અને આ ગરમ ગરમ પીરસો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
