જામનગરમાં પતિ,પત્ની અને વો નો મામલો ફરી એકવાર સામે આવ્યો છે. પત્નીએ પ્રેમી અને અન્ય શખ્સો સાથે મળી પતિનું ઢીમ ઢાળી દીધાનું પોલીસ તપાસમાં બહાર આવતા ચકચાર જાગી છે. હાલ પોલીસે મૃતકની પત્ની, પ્રેમી સહિતના પાંચ આરોપીઓની ધર પકડ કરી.ગુન્હામાં વપરાયેલ ચાર મોબાઈલ ફોન,એક તુફાન કાર, ગુન્હામાં વપરાયેલ હથિયાર કબ્જે કરવામા આવ્યા હતા. તેમજ આ ગુનામાં કોઈ અન્ય શખ્સોની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામા આવી છે.
મળતી માહિતી અનુસાર ગત તારીખ 25 ના વહેલી સવારના જોડીયા તાલુકાના બાલાચડી ખીરી રોડ ઉપર બાવળની ઝાડીમાં એક અજાણ્યા પુરુષ ગંભીર ઘવાયેલી હાલત માં મળી આવતા પોલીસે આ પુરુષને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જે બાદ સારવાર દરમિયાન પુરુષનું મોત નિપજતા પોલીસે ગંભીરતા દાખવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી, મૃતક હારુનભાઈ કાસમભાઇ બાબવાણી જામનગરના હોવાની ઓળખ બાદ પોલીસે જુદી જુદી ટિમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા.
સમગ્ર બનાવમાં જામનગર પોલીસને સફળતા મળી હતી જેમાં મરણનાર હારૂન સુમરાની પત્ની શબાનાને સાહીદ ખોજા સાથે ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો, તેમજ મરણનાર તેમના પત્ની શબાના સાથે અવાર નવાર બોલાચાલી ઝગડો કરતા હોવાથી પત્ની શબાનાના કહેવાથી સાહીદએ અજય , સાગર , રઇસ નામના શખ્સોને રૂપીયા 1, 60 ,000 / ની સોપારી આપી હતી, પત્ની શબાનાએ બનાવની રાત્રે તેમના પતિ હારૂનને વધુ પડતી ઉંધની ગોળી ખવડાવી ત્યાર બાદ આરોપીઓને બોલાવી , હારૂન ઉંધમા હોવાથી આરોપીઓએ મરણનાર હારૂનને મોઢે બાંધી દઇ તુફાનમાં લઇ જઇ બાલાચડી રોડ પાસે શરીરે તથા માથામાં તીક્ષ્ણ હથિયાર મારી , શરીર ઉપર તુફાન ગાડી ચડાવી જીવલેણ ઇજા કરી , હત્યા કરેલનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે આરોપી પ્રેમી સાહીદ શીરાજભાઇ સોમાણી ,અજય સુરેશભાઇ મૈયા, સાગર વીનોદભાઇ વાઘેલા , રઇસ નુરમામદ બ્લોચ તેમજ પત્ની શબાના હારુનભાઇ સુમરા પાચેય પાસેથી ગુનામાં વપરાયેલ ચાર મોબાઈલ ફોન, અને એક તુફાન કાર કબજે કરી ગુનામાં વપરાયેલ હથિયાર કબ્જે કરવા તેમજ આ ગુનામાં કોઈ અન્ય શખ્સોની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
