આજનાં આધુનિક યુગમાં સ્માર્ટફોન ઘરે ઘરે પહોચી ગયા છે, ત્યારે હવે મોટા શહેરોથી લઇને નાના ગામડાઓમાં પણ સ્માર્ટફોન આસાનીથી મળી આવે છે. સ્માર્ટફોનનાં જેટલા સારા ગુણ છે તેટલા જ દુર્ગુણ છે. આજે તમને નાના બાળકોનાં હાથમાં મોબાઇલ જોવા મળશે જે પહેલા નહોતુ. હવે સમય એવો આવ્યો છે કે મોટાભાગનાં બાળકોને સ્માર્ટફોન વિના ગમતુ નથી. માં-બાપની મનાઇ બાદ પણ ઘણા બાળક જીદ કરીને સ્માર્ટફોન લઇ લે છે તો ઘણા બાળકો તેના માતા-પિતાને ખબર ન પડે તેવી રીતે તેનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને બાળકો અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ વધુ કરતા નજરે ચઠ્યા છે. ત્યારે આ આદત તેના માટે કેટલી નુકસાનકારક છે તે કદાચ તે પણ જાણતુ નથી. સતત અંધારા સ્માર્ટફોન ઉપયોગ કરવાથી આંખોને મોટુ નુકસાન થઇ શકે છે.

સ્માર્ટફોને દરેકનાં જીવનમાં એક એવી ભૂમિકા ભજવવાની શરૂ કરી દીધી છે જે પાસે હોવાથી તમારા પોતાના તમારાથી સતત દૂર થઇ રહ્યા છે. ખાસ કરીને બાળકો જો તેના બાળપણમાં સ્માર્ટફોનનાં આદિ બની જાય છે ત્યારે તેના માટે તે એક મોટુ જોખમ સાબિત થઇ શકે છે. આપને જણાવી દઇએ કે, જો તમે અંધારામાં સ્માર્ટફોન જોવાની આદત રાખો છો તો તે તમારી આંખો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ઘણીવાર જોવા મળ્યુ છે કે, મોટાભાગનાં બાળકો રાત્રે અંધારામાં સ્માર્ટફોન જુએ છે, માતાપિતાએ ના પાડી દીધા પછી પણ તેઓ આમ કરવાનુ બંધ કરતા નથી. તાજેતરનાં સંશોધન મુજબ, બાળકોમાં સ્ટ્રોક અને ટ્વિસ્ટેડ આંખોનું જોખમ વધી રહ્યું છે. તાજેતરમાં, એક ચીની વ્યક્તિએ સ્માર્ટફોન જોવાની ટેવને લીધે તેની દૃષ્ટિ ગુમાવી દીધી હતી.
મળતી માહિતી મુજબ, ચીની ડૉકટરોએ દાવો કર્યો છે કે, આનાથી બાળકોમાં સ્ટ્રોક અને આંખો ટ્વિસ્ટ થવાનું જોખમ વધે છે. ડૉકટરોનાં જણાવ્યા મુજબ, રાત્રે સૂતી વખતે સ્માર્ટફોન જોતાં આ વ્યક્તિને આઈ સ્ટ્રોક આવ્યો હતો અને તેની આંખોની રોશની એક ઝાટકામાં ચાલી ગઇ હતી. પીડિત વ્યક્તિનું નામ વાંગ છે અને તેને અંધારામાં લાંબા સમય સુધી સ્માર્ટફોન પર વીડિયો ગેમ્સ રમવાની ટેવ હતી. મોબાઇલ ફોન્સ, ટેબ અને લેપટોપ પર નજર રાખીને બાળકોની આંખો પર વધુ અસર થઈ રહી છે. જેના કારણે બાળકોની દ્રષ્ટિ નબળી પડી રહી છે. સતત નિકટતાને કારણે, આંખોમાં તાણ આવે છે અને તે નબળી થતી જાય છે. જેના લીધે બાળકોની આંખો ટ્વિસ્ટ થઇ જાય છે. તેના ચશ્માંનાં નંબર વધી રહ્યા છે. શાનજી પ્રાંતનાં ડૉકટરોએ વાંગમાં સેન્ટ્રલ રેટિનલ આર્ટિઓકક્લૂશન નામનાં રોગની ઓળખ કરી છે. આ રોગને આઇ સ્ટ્રોક પણ કહેવામાં આવે છે. તે આંખોનાં રેટિનામાં ઓક્સિજન વહન કરનાર ધમનીઓને સંકુચિત કરવા અથવા અવરોધિત કરવાને કારણે થાય છે. દુનિયાભરમાં 2 કરોડથી વધુ લોકો તેનાથી પીડિત છે.
આઇ સ્ટ્રોકનાં લક્ષણો
મગજમાં થતા સ્ટ્રોકની જેમ, જ્યારે રેટિનામાં લોહીનો પ્રવાહ બંધ થાય છે ત્યારે આઇ સ્ટ્રોક થાય છે.
આઇ સ્ટ્રોક આંખોની દૃષ્ટિને નબળી પાડે છે અથવા તમારી આંખોની દ્રષ્ટિ છીનવી લે છે.
બાળકોની દૂરની દૃષ્ટિ નબળી પડી રહી છે. સતત નજીકનાં દેખાવને કારણે આંખો તાણમાં રહે છે.
આંખમાં બળતરા આવે છે. આના કારણે બાળકોની આંખો કુટિલ બની રહી છે. ચશ્માનાં નંબર સતત વધી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
