સુરતના ખોલવડ ગામના રામા ચોથાભાઈ મેર પર દિન બંધુ હોસ્પિટલના બ્રિજ નજીક રસ્તામાં ત્રણ અજાણ્યા બાઇક સવાર આવ્યા હતા, અને રામા કઈ સમજે તે પહેલાં જ તેની આંખમાં મરચું નાંખી ત્યાર બાદ અજાણ્યા ઈસમો એસિડ રેડી નાસી છૂટ્યા હતા. કોઈ રાહદારીએ રામાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત જિલ્લાના કામરેજ નજીક આવેલ દિન બંધુ હોસ્પિટલ ના બ્રિજ નજીક રામા મેર નામ ના ઈસમ પર એસિડ એટેક ની ઘટના બની હતી. બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ આંખમાં મરચું નાંખ્યા બાદ તેના શરીર પર એસિડ રેડી દેતાં ગંભીર રીતે ઘવાયેલા, રામા મેર ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હુમલાખોર એસિડ નાંખી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સુરત જિલ્લા ના ખોલવડ ગામના રામા ચોથાભાઈ મેર શનિવારે રાત્રે પોતાના ઘરેથી એક્ટિવા લઈને કામરેજ ચાર રસ્તા માવો ખાવા માટે ગયો હતો. જ્યાંથી પરત ઘરે ફરતી વખતે દિન બંધુ હોસ્પિટલ ના બ્રિજ નજીક રસ્તા માં બાઇક સવાર ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા અને રામા કઈ સમજે તે પહેલાં જ તેની આંખમાં મરચું નાંખી દીધું હતું. આથી બાઈકનું સંતુલન ગુમાવી દેતા રામા નીચે પટકાયો હતો. નીચે પડેલા રામા પર અજાણ્યા ઈસમો એસિડ રેડી નાસી છૂટ્યા હતા. દરમ્યાન કોઈ રાહદારીએ રામાને ગંભીર હાલતમાં જોતા તેને તાત્કાલિક કામરેજ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
હાલ રામા મેર ની હોસ્પિટલના બિછાને સારવાર ચાલી રહી છે. સમગ્ર મામલે કામરેજ પોલીસ ને પણ જાણ કરાતાં પોલિસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
