Not Set/ લાંચ/ પાક વિમાનાં સર્વે મામલે માંગવામાં આવી રહી છે “કટકી”, સરકાર આકરા પગલા લેશે?

એક તરફ સરકાર દ્વારા પાક વિમાને લઇને ખેડૂતને મદદ રૂપ થવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાની વાત છે. જે ખેડૂતો દ્વારા પાક વિમો લેવામાં જ નથી આવ્યો તેવા ખેડૂતોને પણ નુકસાન ન જાઇ તેની કાળજી લેતી સરકાર દ્વારા પાક વિમો ન લીધેલા ખેડૂતોને પણ કેન્દ્ર સરકારની યોજના જેટલી વિમા રાશી ચૂકવવામાં આવશે તેવી ગુજરાતનાં CM રૂપાણી […]

Top Stories Gujarat Others

એક તરફ સરકાર દ્વારા પાક વિમાને લઇને ખેડૂતને મદદ રૂપ થવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાની વાત છે. જે ખેડૂતો દ્વારા પાક વિમો લેવામાં જ નથી આવ્યો તેવા ખેડૂતોને પણ નુકસાન ન જાઇ તેની કાળજી લેતી સરકાર દ્વારા પાક વિમો ન લીધેલા ખેડૂતોને પણ કેન્દ્ર સરકારની યોજના જેટલી વિમા રાશી ચૂકવવામાં આવશે તેવી ગુજરાતનાં CM રૂપાણી દ્વારા મહત્વની અને ખેડૂતો માટે રાહની જાહેરાત કરવામાં આવી રહી છે.

સરકાર દ્વારા લીલા દુષ્કાળ મામલે અને વાવાઝોડાની સ્થિતિ સર્જાતા થયેલા અને થવા જઇ રહેલા નુકસાનની આકરણી કરી ખેડૂત સાથે સંકટ સમયમાં ઉભો રહેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સરકારની તમામ કસરતો પણ પાણી ઢોળ થયું હોવાનું સામે આવી રહ્યું છે.

વાત જાણે એમ છે કે અમરેલીમાં ખેડૂતો પાસેથી લાંચ માગવામાં આવી રહી હોવાની વ્યાપક રાવ ઉઠી રહી છે. ખેડૂતો પાસેથી પૈસા પણ ખંખેરાતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. એક ખેડૂત દીઠ રૂ. 600 લેવાતા હોવાનું કેમેરામાં કેદ થઇ જતા અને આ વીડિયો વાઇરલ થતા ભારે રોષ સામે આવી રહ્યો છે.

જી હા વિમા એજન્ટ દ્વારા કરવામાં આવી રહેલી આ કાળી કરતુત કેમેરામાં કેદ થઇ છે. વીમા કંપનીના એજન્ટોએ ખેડૂતો પાસે લાંચ લીધી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ થતું પ્રતિત થાય છે. ખેતીમાં નુકસાનનાં સર્વે મામલે લાચ માગવામાં આવી હોવાનુું સામે આવી રહ્યું છે. અમરેલીનાં ખાંભાનાં મોટા બારમણ ગામનો કિસ્સો સામેઆવ્યો છે.

ખેડૂતોની પાસે લાંચ માંગવાનાં મામલે સુરત, દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતનાં તમામ વિસ્તારોમાં ભારે રોષ જોવમાં આવી રહ્યો છે. અમરેલીના વીમા એજન્ટ સામે સુરતનાં ખેડૂતોમાં રોષ જોવામાં આવી રહ્યો છે. સુરતનાં ખેડૂતો દ્વારા આ મામલે તાત્કાલિક આવા વીમા એજન્ટ સામે પગલાં ભરાય તેવી માંગ કરવામાં આવી છે.

વીમા કંપની સામે સરકારે ખાસ ધ્યાન આપે તેવી ખેડૂતોની માંગ ઉઠી રહી છે.ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠવાનાર સામે ખેડૂતોમાં રોષ જોવામાં આવી રહ્યો છે. વીમાના નામે તોડ કરનાર સામે આકરા પગલાં ભરાય તેવી માંગ જગતનો તાત સરકાર પાસે કરી રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.