Not Set/ રાજકોટ / માર્કેટિંગ યાર્ડમાં કપાસની રેકોર્ડબ્રેક આવક, રૂ. 900 થી લઈને 1000 સુધીનો ભાવ જોવા મળ્યો

રાજકોટમાં નવુ માર્કેટિંગ યાર્ડ બન્યા પછી કપાસની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. જે બાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક બંધ કરી દેવામાં આવી.  75 હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ઠાલવી દેવામાં આવ્યો. જ્યારે ભાવની વાત કરીએ તો  સારો માલ 900 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતો. જોકે વરસાદના કારણે જે કપાસ […]

Gujarat Rajkot

રાજકોટમાં નવુ માર્કેટિંગ યાર્ડ બન્યા પછી કપાસની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. જે બાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક બંધ કરી દેવામાં આવી.  75 હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ઠાલવી દેવામાં આવ્યો. જ્યારે ભાવની વાત કરીએ તો  સારો માલ 900 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતો. જોકે વરસાદના કારણે જે કપાસ બગડી ગયેલ છે તેના ભાવ 750થી લઈ 850 સુધીના જોવા મળ્યા હતા.

અત્યાર સુધીમાં ક્યારે પણ આટલા મોટા પ્રમાણમાં આવક જોવા મળી નથી આજે 75 હજાર મણ કપાસ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ઠાલવી દેવામાં આવ્યો  છે. આજ અત્યારથી જ કપાસની આવક બંધ કરી દેવામાં આવેલ છે જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડ દ્વારા બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ખેડૂતોએ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ ભરીને લાવવો નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.