દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટીનાં સેંકડો વિદ્યાર્થીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. જેએનયુ વિદ્યાર્થી સંઘનો આ વિરોધ અનેક માંગણીઓ અંગે છે. જેએનયુનાં વિદ્યાર્થીઓ ફી વધારા અને યુનિવર્સિટી કેમ્પસની બહાર વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ ઘણા સમયથી હોસ્ટેલની ફીમાં વધારો કરવાની બાબત ઉઠાવી રહ્યા છે, પરંતુ આ માટે કોઈ નિરાકરણ મળી રહ્યું નથી. હવે આ મામલો વધુ આગળ ઉગ્ર બની ગયો છે.
Delhi: Jawaharlal Nehru University's Convocation is underway inside the campus where Vice-President M. Venkaiah Naidu is the chief guest. https://t.co/wD0X6gqmVi pic.twitter.com/QXQOLiZBlL
— ANI (@ANI) November 11, 2019
આપને જણાવી દઇએ કે આજે યુનિવર્સિટીનાં દિક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક ઉપસ્થિત રહેશે. દરમિયાન જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા આજે વિરોધ માર્ચ કાઠવામાં આવ્યું હતું. આ વિરોધ માર્ચ હોસ્ટેલની ફી વધારા અને ડ્રેસ કોડ મુદ્દે થઇ રહ્યો છે. તેઓ જેએનયુ કેમ્પસની બહાર કુલપતિની વિરુદ્ધ વિરોધ કરી રહ્યા છે. છાત્ર સંઘની માંગ છે કે હોસ્ટેલની ફી વધારવાના નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યારે તેઓ સસ્તુ શિક્ષણ મેળવી રહ્યા નથી, ત્યારે દિક્ષાંત સમારંભની શું જરૂર છે.
Delhi: Jawaharlal Nehru Students' Union organises protest over different issues including fee hike, outside university campus. pic.twitter.com/KGU8epEOwD
— ANI (@ANI) November 11, 2019
Delhi: Jawaharlal Nehru Students' Union organises protest over different issues including fee hike, outside university campus. A protester says,'For last 15 days, we're protesting against fee hike. At least 40% students come from poor background,how'll these students study here?' pic.twitter.com/uurYQLNtga
— ANI (@ANI) November 11, 2019
સોમવારે વિરોધ પ્રદર્શન દરમિયાન એક વિદ્યાર્થીએ કહ્યું કે, છેલ્લા 15 દિવસથી અમે અહીં ફી વધારાનો વિરોધ કરી રહ્યા છીએ. અહીં અભ્યાસ કરતા 40 ટકા બાળકો ગરીબ પરિવારોમાંથી આવે છે. તેઓ અહીં કેવી રીતે અભ્યાસ કરશે? આપને જણાવી દઇએ કે, વિદ્યાર્થીઓ કુલપતિ વિરુદ્ધ જેએનયુ કેમ્પસની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનાં વિરોધને રોકવા માટે મોટી સંખ્યામાં સીઆરપીએફ અને દિલ્હી પોલીસ જવાનો તૈનાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
