Not Set/ સ્પોર્ટ્સ/ સચિન તેંડુલકરનો 30 વર્ષ જુનો રોકોર્ડ 15 વર્ષની મહિલા ક્રિકેટરે તોડ્યો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યુવા ઓપનર શેફાલી વર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારનારી ભારતની સૌથી યુવા ક્રિકેટર બની છે. વેસ્ટ ઇન્ડીઝનાં સેન્ટ લૂસિયાનાં ડૈરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 15 વર્ષીય શેફાલીએ આ સિદ્ધિ મેળવી હતી. શેફાલીએ પોતાની પાંચમી ટી-20 મેચમાં 49 દડામાં 73 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી, જે […]

Top Stories Sports

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યુવા ઓપનર શેફાલી વર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારનારી ભારતની સૌથી યુવા ક્રિકેટર બની છે. વેસ્ટ ઇન્ડીઝનાં સેન્ટ લૂસિયાનાં ડૈરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 15 વર્ષીય શેફાલીએ આ સિદ્ધિ મેળવી હતી.

શેફાલીએ પોતાની પાંચમી ટી-20 મેચમાં 49 દડામાં 73 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી, જે તેની કારકિર્દીની પહેલી અર્ધસદી છે. આ વિસ્ફોટક ઇનિંગ્સમાં તેણે છ ચોક્કા અને ચાર છક્કા ફટકાર્યા હતા. આ સાથે, શેફાલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારનારી ભારતની સૌથી યુવા ક્રિકેટર બની ગઈ છે. શેફાલીએ સચિન તેંડુલકરનો 30 વર્ષ જુનો રેકોર્ડ પણ તોડ્યો. શેફાલીએ આ સિદ્ધિ 15 વર્ષ અને 285 દિવસમાં હાંસલ કરી હતી, જ્યારે સચિને 16 વર્ષ અને 214 દિવસની ઉંમરે પ્રથમ અર્ધસદી ફટકારી હતી. સચિનની પહેલી આંતરરાષ્ટ્રીય અડધી સદી ટેસ્ટ ક્રિકેટમાં આવી હતી, જે તેણે પાકિસ્તાન સામે 24 ઓક્ટોબર 1989 નાં રોજ ફૈસલાબાદમાં લગાવી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ ટી-20 મેચમાં યજમાન વેસ્ટ ઇન્ડીઝને 84 રને હરાવી હતી. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટી-20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ચાર વિકેટ પર 185 રનનો મોટો સ્કોર બનાવ્યો અને ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝની ટીમને નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટે 101 રન પર રોકી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.