Not Set/ ખેડૂતોની વાહરે આવ્યા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, આજે કરશે પ્રતિક ઉપવાસ

રાજકોટમાં આજનો દિવસ ગરમા-ગરમીનો બની રહે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. જેનુ કારણ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ કે જેઓ આજે ધરણા પર ઉતરવાના છે. ખેડૂતોની વાહરે આવેલા હાર્દિકે પટેલ આજે સવારે 10 વાગ્યાથી સાંજનાં 5 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ પર છે. જણાવી દઇએ કે, હાર્દિક પડઘરી ખાતે એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે. હાર્દિક પટેલ ખેડૂતોનાં […]

Top Stories Gujarat Rajkot

રાજકોટમાં આજનો દિવસ ગરમા-ગરમીનો બની રહે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. જેનુ કારણ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ કે જેઓ આજે ધરણા પર ઉતરવાના છે. ખેડૂતોની વાહરે આવેલા હાર્દિકે પટેલ આજે સવારે 10 વાગ્યાથી સાંજનાં 5 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ પર છે. જણાવી દઇએ કે, હાર્દિક પડઘરી ખાતે એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે. હાર્દિક પટેલ ખેડૂતોનાં દેવા-માંફી માટે સહિતની માંગ સાથે ઉપવાસ પર ઉતરી ગયા છે.

રાજ્યમાં જ્યા કમોસમી વરસાદે પહેલા જ ખેડૂતોને રોતા કરી દીધા છે ત્યારે તેમના પર રહેલુ દેવુ તેમની તકલીફોમાં વધારો કરી રહ્યુ છે. ત્યારે તેમની તકલીફોને દૂર કરવા અને તેમનો અવાજ બનવા હાર્દિક પટેલ આજે પ્રતિક ઉપવાસ પર ઉતરી ગયા છે. આ ઉપવાસમાં હાર્દિક પટેલેને સ્થાનિક નેતાઓ સાથ આપશે તેવા અહેવાલો મળી રહ્યા છે. ખેડૂતોનાં દેવા માંફી અને ખાસ પાક વીમાની ચુકવણી માટે હાર્દિક પટેલે સરકાર સામે બાયો ચઢાવી છે. રાજ્ય સરકાર દ્વારા આજનાં પ્રતિક ઉપવાસ અને ખાસ કરીને આ મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવશે કે નહી તે હવે જોવુ રહ્યુ.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.