Not Set/ અમદાવાદ/ વટવાના વેપારીની હત્યાના કેસમાં, બે ની ધરપકડ 

વટવામાં મહાલક્ષ્મી તળાવ પાસે કિરાણાની દુકાન ધરાવતા મુળ રાજસ્થાનના દિનેશ ચૌધરીની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરીને હત્યા કરવામાં આવી હતી. તેની પત્નીએ દુકાનમાં જઇને જોયું તો દિનેશની લાશ પડી હતી. અને તેણીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. દિનેશને માથાના ભાગે ળી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા […]

Ahmedabad Gujarat

વટવામાં મહાલક્ષ્મી તળાવ પાસે કિરાણાની દુકાન ધરાવતા મુળ રાજસ્થાનના દિનેશ ચૌધરીની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરીને હત્યા કરવામાં આવી હતી. તેની પત્નીએ દુકાનમાં જઇને જોયું તો દિનેશની લાશ પડી હતી. અને તેણીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. દિનેશને માથાના ભાગે ળી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

આ કેસમાં  રાજસ્થાનની કોટપુતલી પોલીસે સોપારી કિલર દયાલસિંહની ધરપકડ કરી છે જયારે વટવા પોલીસે અન્ય બે આરોપી નંદકિશોર શર્મા અને મનીષ શર્માની ધરપકડ કરી છે ગુજરાત પોલીસે દયાલસિંહના કેટલાક સાગરીતોની ધરપકડ કરી હતી જેમને છોડાવવા માટે રુપિયાની જરુર હોવાથી સોપારી લઈને હત્યા કરવાનું શરુ કરી દીધુ હતું.

પરંતુ તેઓ દિનેશ ચૌધરીને લૂંટવા માટે આવ્યા હતા. પરંતુ ફાયરિંગમાં તેની હત્યા થઇ હતી દયાલસિંહ દિનેશની દુકાનમાં રહેલા રુપિયા લૂંટવા માટે આવ્યો હતો જોકે અચાનક ફાયરીંગ થઇ જતા દિનેશનું મોત થયુ હતું. અને દરમિયાન તેના અન્ય સાગરીતોએ દિનેશના ખીસા માંથી 3500 રુપિયા લૂંટી લીધા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.