Not Set/ SC સંભળાવશે રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ ગુનાહિત અવમાનનાં કેસમાં નિર્ણય

સુપ્રીમ કોર્ટ ગુરુવારે રફાલ ડીલ તેમજ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરેલા ગુનાહિત તિરસ્કાર અરજી અંગે પોતાનો ચુકાદો આપશે. ભાજપનાં નેતા મીનાક્ષી લેખી વતી આ અરજી કરવામાં આવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ રાફેલ ડીલ કેસ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને તોડી-મરોડીને રજૂ કર્યો છે, જેનાથી કોર્ટની અવમાન થાય છે. […]

Top Stories India

સુપ્રીમ કોર્ટ ગુરુવારે રફાલ ડીલ તેમજ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરેલા ગુનાહિત તિરસ્કાર અરજી અંગે પોતાનો ચુકાદો આપશે. ભાજપનાં નેતા મીનાક્ષી લેખી વતી આ અરજી કરવામાં આવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ રાફેલ ડીલ કેસ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને તોડી-મરોડીને રજૂ કર્યો છે, જેનાથી કોર્ટની અવમાન થાય છે.

નવી દિલ્હીથી ભાજપનાં સાંસદ મીનાક્ષી લેખીએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ તેમની ચૂંટણી સભાઓમાં વારંવાર કહ્યું છે કે ‘હવે સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે ચોકીદાર ચોર છે’. લેખીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ કોર્ટની આડમાં પીએમ મોદી વિરુદ્ધ નિવેદન આપ્યું હતું અને આક્ષેપો કર્યા હતા. રાફેલ ડીલ અંગે સુપ્રીમ કોર્ટનાં નિર્ણય બાદ રાહુલ ગાંધીનું આ નિવેદન આવ્યું હતુ.

ભાજપનાં સાંસદ મીનાક્ષી લેખીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનાં નિવેદનોને રાજકારણ સાથે જોડ્યુ છે. જોકે રાહુલ ગાંધીએ આ કેસમાં બિનશરતી માંફીનામુ દાખલ કર્યુ હતુ, પરંતુ ત્યારે કોર્ટે તેમને કોઈ રાહત આપી ન હોતી. અરજી પર ટિપ્પણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે, અદાલત દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું નથી. વળી, ચીફ જસ્ટિસની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ આવી ટિપ્પણી કરી શકે નહીં.

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની ખંડપીઠે દલીલો સાંભળ્યા બાદ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી મીનાક્ષી લેખીની અવમાનનાં અરજી અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટ આ કેસમાં પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. આપને જણાવી દઇએ કે લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સતત હુમલો કર્યો હતો. તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે ચોકીદાર ચોર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.