ભાગેડુ દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની ખંડણી વસુલી બદલ મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માના વડપણ હેઠળની થાણે પોલીસની ટીમે તેને ઝડપી લીધો હતો. ઈકબાલને તેના ઘરમાંથી જ ઝડપી લેવાયો હતો. અગાઉ ફેબ્રુઆરી 2015માં ખંડણી વસુલી અને હુમલાના આરોપમાં તેને જેલે ભેગો કરાયો હતો.ઈકબાલની સાથે અન્ય ચાર લોકોની ધરપકડ કરી એક્સટોર્શન સેલની ઓફિસમાં પૂછપરછ કરાઈ રહી છે. જ્યારે ઈકબાલને અન્ય જગ્યાએ લઈ જવાયો છે. ઈકબાલ કાસકરે એક બિલ્ડરને ફોન કરી તેની પાસેથી ખંડણી માગી હતીં. તેણે અગાઉ આ જ બિલ્ડર પાસેથી ચાર ફલેટ પડાવી લીધા હતા અને હજુ રૂપિયા માગી રહ્યો હતો.બિલ્ડરની ફરિયાદને આધારે ઈકબાલને ઝડપી લેવાયો છે. એન્ટિ એક્સટોર્શન સેલના સિનિયર પોલીસ ઈન્સ્પેકટર પ્રદીપ શર્માએ ફરિયાદને આધારે ઈકબાલને પકડી પાડ્યો હતો. પ્રદીપ શર્મા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા છે.
Not Set/
દાઉદ ઈબ્રાહિમના ભાઈની મુંબઈ પોલીસે કરી ધરપકડ
ભાગેડુ દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની ખંડણી વસુલી બદલ મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માના વડપણ હેઠળની થાણે પોલીસની ટીમે તેને ઝડપી લીધો હતો. ઈકબાલને તેના ઘરમાંથી જ ઝડપી લેવાયો હતો. અગાઉ ફેબ્રુઆરી 2015માં ખંડણી વસુલી અને હુમલાના આરોપમાં તેને જેલે ભેગો કરાયો હતો.ઈકબાલની સાથે અન્ય ચાર લોકોની ધરપકડ કરી એક્સટોર્શન સેલની ઓફિસમાં […]
