વર્ષ 2001માં આવેલા ભયાનક ભૂકંપ જેવો જ ડર ગઇકાલે લોકોમાં છવાઇ ગયો હતો, સાંજના સમયે 7 વાગ્યાની આસપાસ 4.3ની તીવ્રતાના ભૂકંપથી કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાના ભૂકંપથી લોકો ઘરોની બહાર દોડી આવ્યાં હતા,
ભચાઉથી નોર્થ ઇસ્ટ તરફ 23 કિ.મી દૂર ધરતીકંપનું એપી સેન્ટર નોંધાયું હતુ, જેથી ભૂજ, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સહિતના શહેરોમાં ધરા ધ્રુજી હતી, ખાવડા, રાપર અને અંજારમાં જમીનમાંથી લોકોને અવાજ સંભળાયો હતો, દક્ષિણ ગુજરાતના ઉનાઈમાં પણ બપોરના સમયે 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.
સિસ્મોલોજી વિભાગના જણાવ્યાં પ્રમાણે અહી ભૂકંપની ફોલ્ટ લાઇન ફરીથી સક્રિય થઇ છે, જેને કારણે ભૂકંપના આંચકા આવી રહ્યાં છે, સોમવારે ભૂકંપનું એપી સેન્ટર જ્યાં હતુ, ત્યાંથી જ 2001માં ભયાનક ભૂકંપ આવ્યો હતો,
અત્યાર સુધી અહી 2 કે 3ની તીવ્રતાના ભૂકંપના આંચકા સામાન્ય રીતે આવતા જ હતા, પરંતુ 4.3ની તીવ્રતાનો ભૂકંપ ચિંતાનો વિષય છે, લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો, રાતના સમયે પણ લોકો ઘરોની બહાર રહ્યાં હતા, જો કે અત્યાર સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
