Not Set/ અમદાવાદ/ લાલદરવાજા પાસે NSUI નાં કાર્યકરોનો ફી મુદ્દે ઉગ્ર વિરોધ, પોલીસે કરી અટકાયત

અમદાવાદનાં લાલદરવાજા પાસે NSUI નાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર, આ વિરોધ પ્રદર્શન શાળા ફી મુદ્દે કરવામાં આવી રહ્યો છે.  આપને જણાવી દઇએ કે, કોરોનાની મહામારીને રોકવા માટે PM મોદીએ દેશમાં લોકડાઉનને લાગુ કર્યુ હતુ. દરમિયાન શાળાઓ અને કોલેજો પણ બંધ રાખવામાં આવ્યા હતા. જો કે તે આજે પણ બંધ જ છે પરંતુ […]

Ahmedabad Gujarat

અમદાવાદનાં લાલદરવાજા પાસે NSUI નાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર, આ વિરોધ પ્રદર્શન શાળા ફી મુદ્દે કરવામાં આવી રહ્યો છે. 

આપને જણાવી દઇએ કે, કોરોનાની મહામારીને રોકવા માટે PM મોદીએ દેશમાં લોકડાઉનને લાગુ કર્યુ હતુ. દરમિયાન શાળાઓ અને કોલેજો પણ બંધ રાખવામાં આવ્યા હતા. જો કે તે આજે પણ બંધ જ છે પરંતુ તેની ફી મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદનો વંટોળ ચાલી રહ્યો છે. જ્યારે શાળાઓ બંધ જ છે ત્યારે શાળા સંચાલકો દ્વારા ફી ઉઘરાવવાનું ચાલી રહ્યુ હોવાનુ સામે આવતા NSUI નાં કાર્યકરોએ અમદાવાદનાં લાલદરવાજા ખાતે તેનો સખતત વિરોધ શરૂ કર્યો હતો. તેમની માંગ હતી કે 50 ટકા ફી લેવામાં આવે અથવા તો પૂરી ફી માફ કરવામાં આવે. જો કે આ સમગ્ર વિરોધ વચ્ચે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને NSUI નાં કાર્યકરોની અટકાયત કરી હતી. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.