પાકિસ્તાનમાં ગેરકાયદેસર પ્રવેશ માટે ધરપકડ કરાયેલા બે ભારતીયોમાં એક તેલંગણાના સોફટવેર એન્જિનિયર છે, જેના પરિવારે છેલ્લા બે વર્ષથી તેમના ગાયબ હોવાનો દાવો કર્યો છે. પ્રશાંત વૈધમના પરિવારજનોનું કહેવું છે કે તે 2017 થી ગુમ છે. પ્રશાંત વૈધમ (31) ના પિતા બાબુરાવએ દાવો કર્યો હતો કે તે ‘ડિપ્રેસન’ થી પીડાઈ રહ્યો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સરહદ પાર કરવા બદલ પ્રશાંત અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
તેના પિતાએ જણાવ્યું કે 31 વર્ષીય પ્રશાંત ગુમ થયા પહેલા માધાપરની શોર ઈન્ફો ટેક કંપનીમાં નોકરી કરતો હતો. તેના પિતા બાબુરાવ વૈધમ કહ્યું, “મારો પુત્ર 11 એપ્રિલ, 2017 ના રોજ સવારે 9 વાગ્યે ઓફિસ માટે નીકળ્યો હતો અને ઘરે પાછો આવ્યો ન હતો.” પાકિસ્તાન પોલીસે દાવો કર્યો છે કે વૈધમ અને વરિલાલને 14 નવેમ્બરના રોજ યઝમાન પોલીસ પેટ્રોલીંગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ બહાવલપુર જિલ્લાના ચોલીસ્તાન ક્ષેત્રમાંથી ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં પ્રવેશ કરી રહ્યા હતા. જોકે, પ્રશાંતના પિતા બાબુરાવએ હૈદરાબાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમે એપ્રિલ 2017 ના રોજ માધાપુર પોલીસ સ્ટેશનમાં તેમના ગુમ થયાની જાણ કરી હતી. તે શહેરની આઈટી કંપનીમાં નોકરી કરતો હતો. તે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ ન હતો. અમને આશ્ચર્ય થાય છે કે તે કેવી રીતે પાકિસ્તાન પહોંચ્યો.
પ્રશાંત સહકર્મચારી સ્ત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો
બાબુરાવ જણાવ્યું હતું કે પ્રશાંત એપ્રિલ 2017 થી ગુમ હતો. અગાઉ, જ્યારે તે બેંગ્લોરમાં નોકરી કરી રહ્યો હતો, ત્યારે તેણે એક મહિલા સાથીદાર વિશે જણાવ્યું હતું કે જેની સાથે તે લગ્ન કરવા માંગે છે. તેણે જણાવ્યું કે આ પછી પરિવારને જાણ થઈ કે તે સ્વિટ્ઝરલેન્ડ ગયો છે અને તે તેઓને મળવા માંગે છે. જો કે, તેની કોઈ પણ રીતે પુષ્ટિ થઈ નથી. તેણે કહ્યું હતું કે પ્રશાંત સાથે એપ્રિલ 2017 થી તેની કોઈ વાતચીત થઈ નથી. તેમના પુત્ર વિશે માહિતી આપતાં બાબુરાવએ કહ્યું કે તેઓ ઇચ્છે છે કે કેન્દ્ર સરકાર તેમના પુત્રને સલામત રીતે ભારત પરત લાવવામાં તેમને મદદ કરે.
સરકારે કેન્દ્ર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો
પ્રશાંતની ધરપકડ અંગે સાયબરબાદ પોલીસ કમિશનર વીસી સજ્જને જણાવ્યું હતું કે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહેવામાં આવી રહ્યો છે કે તેને પડોશી દેશમાં ધરપકડઅને આ મામલો કોર્ટમાં છે. તેમણે કહ્યું કે તેલંગાણા સરકારે કેન્દ્ર સાથે આ મામલો ઉઠાવ્યો છે. સજ્જને કહ્યું, “ભારત પાછા ફર્યા બાદ જ તે જાણી શકાશે કે તે પાકિસ્તાન કેવી રીતે પહોચ્યો ? અમને આશા છે કે તે જલ્દીથી અને સલામત રીતે પાછા ફરશે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
