Not Set/ લગ્ન પ્રંસંગમા હવામાં ગોળીબાર કરવાના મામલે બે ઇસમોના જામીન મંજૂર

લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરવાના મામલે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે બે આરોપીના કાયમી જામીન મંજૂર કર્યા છે.પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, થોડાક સમય પહેલા સરખેજના ફતેહ વાડી વિસ્તારમાં આવેલા કાદરી પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રંસંગ નો જમણવાર ચાલી રહ્યો હતો. ત્યારે તે પ્રંસંગમાં કેટલાક ઈસમોએ હવામાં ત્રણ થી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી હતી. જેની વિડિયો સોશીયલ મીડિયામાં ફરતી […]

Ahmedabad Gujarat

લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરવાના મામલે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે બે આરોપીના કાયમી જામીન મંજૂર કર્યા છે.પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, થોડાક સમય પહેલા સરખેજના ફતેહ વાડી વિસ્તારમાં આવેલા કાદરી પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રંસંગ નો જમણવાર ચાલી રહ્યો હતો. ત્યારે તે પ્રંસંગમાં કેટલાક ઈસમોએ હવામાં ત્રણ થી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી હતી.

જેની વિડિયો સોશીયલ મીડિયામાં ફરતી થઈ હતી. વીડિયોમાં સ્પસ્ત દેખાઈ રહ્યું હતું કે એક પાર્ટી પ્લોટના સ્ટેજ પર ઘણા બધા યુવકો ઉભા છે. અને બેંક ગ્રાઉન્ડ મ્યુઝીક પણ વાગી રહ્યું છે. અને તે મ્યુઝીક પર તમામ લોકો નાચી પણ રહ્યા છે. અને આ બધા ની વચ્ચે બે ઈસમો અચાનક રિવોલ્વર લઈને આવે છે અને ધડાધડ ત્રણ થી ચાર રાઉન્ડ ફાયરિંગ કરે છે. અને આ  વિડિયો  જ્યારે સોશીયલ માં ફરતી થતાં લોકોમાં તેની ભારે ચર્ચા ચાલી હતી. અને પોલીસ વિભાગ પાસે પણ આ વીડિયો પહોંચી જતા સરખેજ પોલીસે પણ આ મુદ્દાને ગંભીર ગણીને વિડિયો ની ખરાઈ કરવાની શરૂઆત કરી હતી.

જેમાં સરખેજ પોલીસને કનફરમ થઈ ગયું હતું કે આ વિડીયો કાદરી પાર્ટી પ્લોટની જ છે . અને ત્યારબાદ પોલીસે બે ઈસમો ફરાજ ગાંધી અને જુનેદ ગાંધી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં બંને ઈસમો દ્વારા મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં કાયમી જામીન અરજી કરાઇ હતી.

જે અરજી ને કોર્ટે મજૂર કરી છે. હાલ, બન્ને આરોપીઓના કાયમી જામીન મંજૂર થયા છે અને બંને આરોપીઓને કોર્ટની તમામ શરતોનું પાલન કરવાનું હુકમ પણ કોર્ટ તરફથી જાહેર કરવામાં આવ્યો છે.

………….રીઝવાન શેખ  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.