Not Set/ નિત્યાનંદ આશ્રમ અને DPSનાં છુંટાછેડા, આશ્રમ ખાલી કરવા અપાઇ નોટીસ

આમદાવાદનાં હાથિજણ પાસે આવેલા હરિપુરામાં DPS સ્કૂલ સંકુલમાં, DPS દ્વારા સ્કૂલ કેમ્પસમાં જ ભાડેપટ્ટે આપવામાં આવેલી જગ્યા પર ચાલતા આશ્રમનો વિવાદ વકર્યો અને માતા-પિતા દ્વારા પોલીસ કેસ કરવાની સાથે સાથે હાઇકોર્ટમાં હેબીયર્સ કોપીર્યસ ફાઇલ કરાતા ગુજરાત હોઇકોર્ટે સુધી પહોંચ્યો છે. હાઇકોર્ટ દ્વારા આ મામલે પોલીસને નોટીસ ફટકારવામાં આવી છે. તમામ હકીકતો વચ્ચે નિત્યાનંદ આશ્રમ વિવાદનાં કારણે […]

Top Stories Ahmedabad Gujarat

આમદાવાદનાં હાથિજણ પાસે આવેલા હરિપુરામાં DPS સ્કૂલ સંકુલમાં, DPS દ્વારા સ્કૂલ કેમ્પસમાં જ ભાડેપટ્ટે આપવામાં આવેલી જગ્યા પર ચાલતા આશ્રમનો વિવાદ વકર્યો અને માતા-પિતા દ્વારા પોલીસ કેસ કરવાની સાથે સાથે હાઇકોર્ટમાં હેબીયર્સ કોપીર્યસ ફાઇલ કરાતા ગુજરાત હોઇકોર્ટે સુધી પહોંચ્યો છે. હાઇકોર્ટ દ્વારા આ મામલે પોલીસને નોટીસ ફટકારવામાં આવી છે.

તમામ હકીકતો વચ્ચે નિત્યાનંદ આશ્રમ વિવાદનાં કારણે DPS અને નિત્યાનંદ આશ્રમનાં છુંટાછેડા થઇ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. DPS સ્કૂલ દ્વારા નિત્યાનંદનાં આશ્રમને નોટિસ ફટકારવમાં આવી છે. DPS સ્કૂલ દ્વારા નિત્યાનંદ આશ્રમ ખાલી કરવા માટે આ નોટીસ ફટકારી હોવાનુ સામે આવી રહ્યું છે. નોટિસમાં DPS સ્કૂલ દ્વારા આશ્રમ અન્ય સ્થળે ખસેડવા જણાવ્યું છે અને DPS સ્કૂલની જગ્યા ખાલી કરી પરતા સોંપવા જણાવવામાં આવ્યું છે. DPS સ્કૂલ દ્વારા આશ્રમ સંચાલકોને આશ્રમ 3 મહિનામાં અન્ય જગ્યાએ ખસેડવા નોટિસ આપવામાં આવી છે.

આ મામલે જાણકારી આપતા હિતેશ પુરી, DPS સ્કૂલનાં પ્રિન્સિપાલ દ્વારા સ્પષ્ટા કરવામાં આવી છે કે, અમે આશ્રમને જગ્યા પાંચ માટે કરાર કરીને આપી હતી. આ પાંચ વર્ષનો કરાર અમે રદ કર્યો છે. અને કરારની ટર્મ પ્રમાણે 3 મહિનાનો નોટીસ પિરીયડ આપી આશ્રમને ખસેડવા તાકીદ કરી દેવામાં આવી છે. અમે નિત્યાનંદ આશ્રમને જગ્યા શૈક્ષણિક હેતુસર ભાડે આપી હતી અને આશ્રમે પણ જગ્યા આ જ હેતુ માટે માગી હતી. આમ આખરે, પહેલા કોઇ લેવા દેવા નથી કરીને હાથ ઝટકતી જોવા મળેલી DPS સ્કૂલ દ્વારા આખરે આશ્રમને જગ્યા પાછી સોંપવાની નોટીસ આપી દેવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.