Not Set/ ત્રણ બાળકો અને પત્ની પર એસિડ એટેક કરી પાપ ધોવા ગંગા સ્નાન કરવા ગયો પતિ,પત્નીનું મોત

એસિડ ફેંકી પોતાની પત્નીને મારી નાખનાર ક્રુર પિતાની 3 મહિના બાદ પોલીસે ધરપકડ કરી છે.પોતાના જ પરિવાર પર એસિડ એટેક કરનાર પિતાએ પાપ ધોવા હરદ્વારમાં ગંગા સ્નાન પણ કર્યું હતું સુરતની વરાછાની અર્ચના સ્કુલ પાસે આવેલી હરીધામ સોસાયટીમાં ગત 8મી ઓગસ્ટએ 48 વર્ષના છગન રણછોડભાઈ વાળાએ ભરઊંઘમાં પત્ની અને દીકરા-દીકરીઓ પર એસિડ ફેંક્યું હતું. છગન […]

Gujarat Surat

એસિડ ફેંકી પોતાની પત્નીને મારી નાખનાર ક્રુર પિતાની 3 મહિના બાદ પોલીસે ધરપકડ કરી છે.પોતાના જ પરિવાર પર એસિડ એટેક કરનાર પિતાએ પાપ ધોવા હરદ્વારમાં ગંગા સ્નાન પણ કર્યું હતું

સુરતની વરાછાની અર્ચના સ્કુલ પાસે આવેલી હરીધામ સોસાયટીમાં ગત 8મી ઓગસ્ટએ 48 વર્ષના છગન રણછોડભાઈ વાળાએ ભરઊંઘમાં પત્ની અને દીકરા-દીકરીઓ પર એસિડ ફેંક્યું હતું.

છગન હીરાના કારખાનામાં કામ કરતો હતો. હીરાના કારખાનામાં હીરા સાફ કરવા માટે એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેથી તેણે 40 રૂપિયામાં બે એસિડની બોટલ ખરીદી રાત્રીના સમયે ઘરે લઈને આવ્યો હતો. બાદમાં ઉંઘમાં જ પત્ની અને સંતાનો પર એસિડ એટેક કર્યો હતો. છેલ્લા 3 મહિનાથી ઘરકંકાસ ચાલતો હોવાને કારણે કંટાળીને પરિવારને મોતને ઘાટ ઉતારી દેવા માટે એસિડથી હુમલો કરી ફરાર થઈ ગયો હતો.

છગને એસિડ ફેકતા ગંભીર રીતે ઘવાયેલ  પત્નીનું સારવાર દરમિયાન મોત થયું, જયારે દીકરી પ્રવીણા(26)ની એક આંખ ખરાબ થઈ ગઈ તથા દીકરી અલ્પા(18)ને એસિડને કારણે ઈજા થઈ, તો એમબીબીએસનો અભ્યાસ કરતા દીકરા ભાર્ગવનો પણ ચહેરો એસિડને કારણે ખરાબ થઈ ગયો હતો.

પરિવાર પર એસિડ એટેક કરીને હત્યારો છગન વાળા પહેલા જુનાગઢ ત્યાંથી અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, પુણે, હરિદ્વાર, અને છેલ્લે મુંબઈથી સુરત આવ્યો હતો. તમામ જગ્યાએ તે રેલવે સ્ટેશન પર જ સૂઈ જતો હતો. વધુમાં તેણે હરિદ્વાર ખાતે પોતાના પાપ ધોવા માટે ગંગામાં સ્નાન પણ કર્યુ હતું. પૈસા ખૂટી જતા તેણે જૂનાગઢમાં સોનાની વીંટી વેચી નાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.