અમદાવાદમાં સામાન્ય બોલાચાલી માં છરીઓ મારવાના કિસ્સા ખુબ જ વધી રહ્યા છે. ગઈ કાલે પણ અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા ચાર માળિયા નજીક બે મહિલાઓ વચ્ચે નજીવી બાબતમાં બોલાચાલી થઇ હતી. જેમાં એક મહિલાએ બીજી મહિલા પર તેમજ તેના પુત્ર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં બંને માતા પુત્ર ઘાયલ થયા હતા.
વટવાના ચાર માળિયા ખાતે અલકાબેન અને શાહીસતા વચ્ચે કોઈ નજીવી બાબતને લઈને બોલાચાલી થઇ હતી. જેમાં બંને વચ્ચેની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા શાહીસતાએ પોતાની પાસે રહેલી છરી વડે અલકાબેન પર હુમલો કર્યો હતો. જેમાં અલકા બેને છરીને પકડી લેતા શાહીસતાએ છરી જોરથી ખેંચી હતી. જેથી અલકાબેનને હાથમાં છરી વાગતા લોહી નીકળ્યું હતું.
તો બીજી તરફ અલકા બેનના પુત્ર વિનીત પોતાની માતાને છોડાવા માટે વચ્ચે પડતા શાહીસતાએ વિનીત પર પણ એક ઘા છરી નો મારી દીધો હતો. જેમાં વિનીતને પણ શારીરિક ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બનેલા બંને માતા પુત્રએ પ્રાઇવેટ હોસ્પિટલ માં સારવાર મેળવીને વટવા પોલીસ સ્ટેશનમાં શાહીસતા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
————રીઝવાન શેખ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
