મહારાષ્ટ્રમાં શરદ પવારની આગેવાની હેઠળની એનસીપીનાં અજીત પવાર સમર્થક વિધાયકોનાં સમર્થનથી ફરી એકવાર ભાજપના દેવેન્દ્ર ફડણવીસની મુખ્ય પ્રધાનપદે વાપસી થતાં જ મહિનાઓથી ચાલેલી રાજકીય અસ્થિરતાનો અંત આવ્યો. અહીંના રાજભવનમાં અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ સવારે બંનેને શપથ લેવડાવ્યા હતા. જેમાં ફક્ત સત્તાવાર મીડિયા હાજર હતું.
અજીત પવાર તથા તેનાં સમર્થકોએ ભાજપને સાથ આપ્યા અને અજીત પવારનાં શપથ લેવાથી દરેકને આશ્ચર્ય થયું છે, તે શરદ પવારના રાજકીય માસ્ટરસ્ટ્રોક તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. પરંતુ આ મામલે NCPનાં પ્રમુખ શરદ પવાર દ્વાર આવી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.
અજીત પવારના નિર્ણય અંગે એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે ભાજપને ટેકો આપવાનો અજીત પવારનો નિર્ણય વ્યક્તિગત છે, તેમાં એનસીપીની સંમતિ નથી. અમે તેના નિર્ણયને ટેકો આપતા નથી.
ફડણવીસે કહ્યું કે, “લોકોએ અમને સ્પષ્ટ આદેશ આપ્યો, પરંતુ પરિણામો બાદ શિવસેનાએ અન્ય પક્ષો સાથે જોડાણ બનાવવાનો પ્રયાસ કર્યો, જેનાથી રાષ્ટ્રપતિ શાસન લાગું થયું.” મહારાષ્ટ્રને ‘ખિચડી સરકાર’ નહીં પણ કાયમી સરકારની જરૂર છે.
નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી, અજીત પવારે કહ્યું, “24 ઓક્ટોબરે પરિણામો આવ્યા ત્યારથી કોઈ પણ પક્ષ સરકાર બનાવી શક્યો નહોતો.” મહારાષ્ટ્રમાં ખેડૂતોના પ્રશ્નો સહિત ઘણી સમસ્યાઓ હતી, તેથી અમે સ્થિર સરકાર બનાવવાનું નક્કી કર્યું.
ઉલ્લેખનીય છે કે, શરદ પવારે શુક્રવારે રાત્રે કહ્યું કે, એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ સંમત થયા છે કે ઉદ્ધવ ઠાકરેએ નવી સરકારનું નેતૃત્વ કરવું જોઈએ. આજે પણ કોંગ્રેસ-NCP-શિવસેના દ્વારા મિટીંગ યોજવામાં આવવાની હતી અને રાજ્યપાલને ક્યારે મળવા જવાનું છે તે જાહેર કરવાની સાથે સાથે મુખ્યમંત્રી કોણ જેવી અનેક મોટી જાહોરાતો કરવાની હતી. ત્યારે ભાજપ દ્રારા વહેલી સવારે સરકારની રચના કરી દેવામાં આવતા રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. જો કે, શરદ પવાર અને ઉદ્દવ ઠાકરે દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તે શનિવારે બપોરે 12.30 કલાકે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
