Not Set/ દેશમાં આતંકી હુમલાની દહેશત વચ્ચે જોવા મળી શસ્ત્રોની રેલંમ છેલ, 20 પિસ્તોલ-8 બોમ્બ-મંદિરને ઉડાવી દેવાની ધમકી

સમગ્ર દેશ જ્યારે આતંકનાં ઓથાર નીચે છે. અને દેશમાં ઇન્ટેલિજન્સ એજન્સી, સુરક્ષા એજન્સી, પોલીસ સહિત તમામ દ્વારા મોટા આતંકી હુમલાની આશંકા જતાવી દેવામાં આવી છે. પડોશી દેશો ભારતમાં આતંક ફેલાવવા એનકેન પ્રકારે પ્રયત્નશીલ છે. ત્યારે જ દેશનાં વિવિધ પ્રાંતો અને રાજ્યોમાંથી દેશની શાંતિને પલીતો ચાંપતી ઘટના સામે આવી છે અને વિવિધ જગ્યાઓ પરથી ભારે માત્રામાં […]

Top Stories India

સમગ્ર દેશ જ્યારે આતંકનાં ઓથાર નીચે છે. અને દેશમાં ઇન્ટેલિજન્સ એજન્સી, સુરક્ષા એજન્સી, પોલીસ સહિત તમામ દ્વારા મોટા આતંકી હુમલાની આશંકા જતાવી દેવામાં આવી છે. પડોશી દેશો ભારતમાં આતંક ફેલાવવા એનકેન પ્રકારે પ્રયત્નશીલ છે. ત્યારે જ દેશનાં વિવિધ પ્રાંતો અને રાજ્યોમાંથી દેશની શાંતિને પલીતો ચાંપતી ઘટના સામે આવી છે અને વિવિધ જગ્યાઓ પરથી ભારે માત્રામાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. દેશમાં અલગ અલગ ઘટેલી 3 ઘટનાએ આતંકી ગતી વિધી સંદર્ભે એલર્ટ આલાર્મ વગાડ્યો હોય તેવું પ્રતિત થાય છે.

પહેલી ઘટનામાં દિલ્હીમાંથી દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા એક આંતરરાષ્ટ્રીય હથિયારની હેરાફેરી કરનારની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સ પાસેથી 32 બોરની 20 ગેરકાયદેસર પિસ્તોલ અને 32 બોરના 100 જીવંત કારતુસ ઝડપાયા છે.

બીજી ઘટનામાં બિહારનાં મુઝફ્ફરપુરનાં કાંતિમાં આઠ ઓછી-તીવ્રતાવાળા વિસ્ફોટકો મળી આવ્યા હતા, વિસ્ફોટકોને પ્લાન્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ પોલીસની એન્ટી એક્સપ્લોઝીવ ટીમ દ્વાર તેને નિષ્ફળ કરી દેવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.

ત્રીજી ઘટનામાં તામિલનાડુનાં સત્તાધીશોને મંદિરને લઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા હતી. ધમકી મળ્યા પછી મોડી રાત્રે મદુરાઇના મીનાક્ષી અમ્માન મંદિર ખાતે સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. બોમ્બ નિષ્ણાંતો આ વિસ્તારની તપાસ કરી રહ્યા છે. જો કે, હાલ કોઇ વાંધા જનક વસ્તુ કે હિલચાલ નોંધવામાં આવી નથી.

આમ સમગ્રતામાં વાત કરવામાં આવે તો, પોલીસ અને સુરક્ષા એજન્સી દ્વારા આવા તમામ કિસ્સામાં યોગ્ય સમયે યોગ્ય પગલા લઇ શાંતિભંગનાં કારસા અત્યાર સુધી નિષ્ફળ કરી દેવામાં આવ્યા છે તેમા કોઇ શકને ગુંજાઇશ નથી જ, પણ જો ચૂૂક થઇ તો ખતરો માથે મંડરાઇ રહ્યો છે તે પણ હકીકત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.