રાજ્યમાં અકસ્માતમાં લોકોના જીવ જવાની ઘટનાઓ વધી રહી છે.યાત્રાધામ ડાકોર પાસે બે કરુણ બનાવમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા.
પહેલા બનાવમાં ડાકોર પાસે આવેલા આગરવા પાટિયા પાસે આવેલા રેલવે ટ્રેક પર ગુડ્સની અડફેટે આવતા 2 ના મોત થયા હતા.ગોધરા આણંદ રેલવે ટ્રેક પર આ ગમખ્વાર બનાવ બન્યો હતો,જેમાં એક છોકરો અને છોકરીનું મોત થયું હતું.મૃતકો આગરવા પાસે આવેલા નવાપુરાના હતા રહેવાસી હતા.
બંનેના મોત થતા સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું.આ અકસ્માત થતા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
બીજા એક બનાવમાં બાઈક દીવાલ સાથે અથડાતા અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા હતા.
વડતાલમાં ખેડા – વડતાલ સ્કૂલ પાસે બાઇકચાલકે કાબુ ગુમાવતા બાઇક દીવાલ સાથે અથડાયું હતું અને બંનેના કરુણ મોત થયા હતા.વડતાલથી નડિયાદ તરફના રોડ પર આ ઘટના બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
