Not Set/ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નને 1 વર્ષ થયું પૂરું, જાણો કેવી હતી તેમની લવ સ્ટોરી

ગયા વર્ષે 1 ડિસેમ્બરે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ લગ્નના બંધનમાં બંધાયા હતા. આજે બંનેના લગ્નને 1 વર્ષ પૂર્ણ થયું છે. પ્રિયંકા અને નિક મેરેજની પહેલી એનિવર્સરી ખાસ રીતે ઉજવવા જઈ રહ્યા છે. પ્રિયંકા અને નિકના લગ્ન જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં બે રિવાજો સાથે થયાં હતાં. 1 ડિસેમ્બરે હિન્દુ રિવાજો અને 2 ડિસેમ્બરે ક્રિશ્ચિયન રીવાજથી […]

Uncategorized

ગયા વર્ષે 1 ડિસેમ્બરે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ લગ્નના બંધનમાં બંધાયા હતા. આજે બંનેના લગ્નને 1 વર્ષ પૂર્ણ થયું છે. પ્રિયંકા અને નિક મેરેજની પહેલી એનિવર્સરી ખાસ રીતે ઉજવવા જઈ રહ્યા છે. પ્રિયંકા અને નિકના લગ્ન જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં બે રિવાજો સાથે થયાં હતાં. 1 ડિસેમ્બરે હિન્દુ રિવાજો અને 2 ડિસેમ્બરે ક્રિશ્ચિયન રીવાજથી લગ્ન થયા હતા. જાણો નિકયાંકની પ્રથમ મેરેજ એનિવર્સરી પર તેમની ખાસ લવ સ્ટોરી વિશે.

https://www.instagram.com/p/Bq9zIPDHZ1l/?utm_source=ig_embed

પ્રિયંકાને જોતાં જ નિકને પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયો હતો. પ્રિયંકાની લવ સ્ટોરીની શરૂઆત માટે સવથી પહેલાં ‘ક્વાંટિકો’માં પ્રિયંકાની કો-એક્ટર ગ્રાહમ રોજર્સને મેસેજ મોકલ્યો. નિકે લખ્યું કે પ્રિયંકા ખૂબ જ સુંદર છે. સપ્ટેમ્બર 2016 માં, પહેલીવાર નિકે પ્રિયંકાને ટ્વિટર પર સંદેશ મોકલ્યો. આ સંદેશમાં નિકે લખ્યું કે અમારા કેટલાક કોમન ફ્રેન્ડ્સ કહી રહ્યા છે કે આપણે મળવું જોઈએ.

https://www.instagram.com/p/Brh-GP7nAUV/?utm_source=ig_embed

https://www.instagram.com/p/Bq2Y95tH9NL/?utm_source=ig_embed

ત્યારબાદ પ્રિયંકા અને નિકને ડિઝાઇનર Ralph Lauren એ મેટ ગાલા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે આ અગાઉ ન્યૂયોર્કની એક પાર્ટીમાં બન્ને મળી ચુક્યા હતા.

https://www.instagram.com/p/BrqMRCoHv_9/?utm_source=ig_embed

થોડા સમય ડેટિંગ કર્યા પછી, નિક પ્રિયંકાને તેના દિલની વાત જણવી અને ત્યાં જ પ્રપોઝ પણ કર્યું. જેના જવાબમાં પ્રિયંકાએ નિકને હા પાડી હતી. તે પછી તેમના પરિવારના બંને સભ્યો મળ્યા અને પ્રિયંકા અને નિકના લગ્ન થયા.

https://www.instagram.com/p/BxkgU-6HxHL/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BxnYNLinJJh/?utm_source=ig_embed

પ્રિયંકા ચોપડાએ તેમના પતિ નિકની વિશેષતા વિશે જણાવતાં કહ્યું કે નિક જેવા વ્યક્તિ સાથે લગ્ન કરવામાં વિશેષ વાત એ છે કે તેઓ સમજે છે કે આપણી કારકિર્દી કેટલી મહત્વની છે. બંને એક બીજાના કામને સારી રીતે સમજે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.