Not Set/ Box Office પર કેવો રહ્યો ફિલ્મ ‘સિમ્બા’નો બીજો દિવસ?

મુંબઇ, રણવીર સિંહ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ ‘સિમ્બા’ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મે જ્યાં પહેલા દિવસ 20.72 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. ત્યાં જ બીજા દિવસે તેના કલેક્શનમાં ઘણો વધારો થયો છે. રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘સિમ્બા’એ બોક્સ ઓફિસ પર બીજા દિવસે આશરે 27 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જે પહેલા […]

Uncategorized

મુંબઇ,

રણવીર સિંહ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ ‘સિમ્બા’ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મે જ્યાં પહેલા દિવસ 20.72 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. ત્યાં જ બીજા દિવસે તેના કલેક્શનમાં ઘણો વધારો થયો છે.

રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘સિમ્બા’એ બોક્સ ઓફિસ પર બીજા દિવસે આશરે 27 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જે પહેલા દિવસે કલેક્શનથી 7 કરોડ વધુ છે. સિમ્બા બે દિવસમાં લગભગ 47 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે.

Image result for simmba

રણવીર સિંહની આ વર્ષની બીજી ફિલ્મ છે, જે સુપરહિટ સાબિત થઈ રહી છે. ફિલ્મ સમીક્ષકો દ્રારા સારા રિવ્યૂ અને દબંગ પોલીસ બનેલા રણવીર સિંહએ પોતાના અંદાજથી લોકોના દિલ જીતી લીધા છે. ફિલ્મની ગતિને ધ્યાનમાં રાખીને, આ અંદાજ લગાવવામાં આવે છે કે ત્રીજા દિવસ ફિલ્મનું કલેક્શન હજુ પણ વધશે.

Image result for simmba

સિમ્બા રણવીર સિંહની ફિલ્મી કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મ પણ છે. સિમ્બા પહેલા પદ્માવતે પ્રથમ દિવસ 19 કરોડ રૂપિયા કલેક્શન કર્યું હતું.

સિમ્બામાં રણવીર સિંહ અને સારા અલી ખાન ઉપરાંત સોનુ સુદ, આશુતોષ રાણા અને સિદ્ધાર્થ જાધવ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં એક્શન, કોમેડી અને રોમાંસનો પૂરો તડકો લગાવામાં આવ્યો છે.

Image result for simmba