Not Set/ ટેલિવૂડના કલાકારો કરશે આ રીતે હોળીની ઉજવણી

મુંબઇ, હવે તો સીરિયલોમાં દરેક તહેવારની ઉજવણી સાથે જોડાયેલા એપિસોડ બનતા હોય છે.  ત્યારે દરેક ટેલિવૂડ કલાકાર આગવી રીતે તો તહેવાર ઉજવે છે અને સેટ પર પણ તહેવાર ઉજવે છે. આવા તહેવારની મજામાં હોળીનો તહેવાર કેવી રીતે બાકાત રહે. હોળીના તહેવાર સાથે તમને ઘણા ડેઇલી શોપના  એપિસોડ જોવા મળ્યા હશે. તો ચાલો જાણીએ કલાકારો કેવી […]

Uncategorized

મુંબઇ,

હવે તો સીરિયલોમાં દરેક તહેવારની ઉજવણી સાથે જોડાયેલા એપિસોડ બનતા હોય છે.  ત્યારે દરેક ટેલિવૂડ કલાકાર આગવી રીતે તો તહેવાર ઉજવે છે અને સેટ પર પણ તહેવાર ઉજવે છે. આવા તહેવારની મજામાં હોળીનો તહેવાર કેવી રીતે બાકાત રહે. હોળીના તહેવાર સાથે તમને ઘણા ડેઇલી શોપના  એપિસોડ જોવા મળ્યા હશે. તો ચાલો જાણીએ કલાકારો કેવી રીતે હોળી ઉજવે છે.

મોહિત મલિક દિલ્લીમાં પરિવાર સાથે કરી મોજમસ્તી

ડોલી અરમાનો કીનો સનકી સમ્રાટ અને  હાલમાં કુલ્ફી કુમાર બાજેવાલનો સંવેદનશીલ પિતા એટલે કે મોહિત મલિક વાસ્તવમાં ખૂબ જ પરિવારપ્રેમી વ્યક્તિ છે તેણે જણાવ્યું કે આ વખતે મારી ઇચ્છા પરિવાર સાથે દિલ્લીમાં હોળી મનાવવાની હતી. સાચું કહું તો મને હોળી રમવી નથી ગમતી, પંરતુ મારા સ્વજનોને ગમે છે એટલે તેમને રમતા જોઈને હું પણ આનંદિત થઈ જાઉં છું. મુંબઇમાં હોઉં તો હું મારી પત્ની અને મિત્રો સાથે પાર્ટી કરતો હોઉં છું. દિલ્લીની હોળી શાનદાર હોય છે એટલે  જ્યારે પણ અંહી દિલ્લીમાં આવું ત્યારે મને મારી સ્કૂલના દિવસો યાદ આવી જાય છે.

શ્રુતિ ઝા-મને રંગોની એલર્જી થઈ જાય છે.

કુમકુમ ભાગ્યની ચશ્મીસ પ્રજ્ઞાને સહું કોઈ ઓળખે છે. જોકે પ્રજ્ઞા કહે છે કે હું તો છેલ્લા કેટલાક વર્ષોથી હોળી રમી જ નથી.  હોળી એટલે મારા માટે તો સ્વાદિષ્ટ પકવાન ખાવા સિવાય બીજો કઈ હેતુ જ નથી હોતો.  મારી મમ્મી દર વર્ષે ચટાકેદાર બિહારી વાનગી બનાવે છે.  હા જોકે સેટ પર હોળીનો તહેવારની  મજા માણીએ છીએ.

મૃણાલ ઠાકુર

તો કુમકુમ ભાગ્યથી જાણીતી બનેલી તેમજ તેની આંતરરાષ્ટ્રીય ફિલ્મ લવ સોનિયા પણ આવી રહી છએ ખાસ તો તે ઋત્વિક રોશન સાથે ફિલ્મના કારણે ચર્ચામાં છે એવી મૃણાલ ઠાકુર કહે છે કે હું તો સફેદ મલમલનો ડ્રેસ પહેરીને હોળી રમવા નીકળી પડું છઉં. હું નાની હતી ત્યારે મારા દાદીઅને નાની મને પિચકારી અપાવતા હતા..કાલે બાળકોને નવા નવા પ્રકારની પિચકારી જોઈને મને મારા દિવસો યાદ આવી ગયા હતા. જોકે ઘણા લોકો ઇંડા ફએંકે છે તે મને નથી ગમતું. નાની હતી ત્યાર તો હું ઉંઘતી હોઉં ત્યારે મારી બહેન મારું મોં ચિતરી નાંખતી હતી. હા જોકે હવે મને સૂકી હોળી રમવી જ ગમે છે.

શિવાજી સાટમ- એસીપી પ્રધુમ્ન સીઆઇડી

સીઆઇડીના એસીપી પ્રધુમ્ન તરીકે જાણીતા શિવાજી  પોતાની ટીમ સાથે  અટપટા કેસ ઉકેલતા એસીપી પ્રદ્યુમ્નને આ તહેવાર ખૂબ  જ ગમે છે.  આ એક તહેવાર તેઓ મન મૂકીને ઉજવે છે, મહારાષ્ટ્રિયન હોવાને લીધે તેમના માટે આ રંગોત્સવ હંમેશાં ખાસ બની રહે છે.  એસીપી પ્રદ્યુમ્ન એટલે કે  શિવાઝી સાટમ વાચકોને કહે છે કે  હોળી તો મારો પ્રિય તહેવાર છે પરંતુ મને આ તહેવારમાં પાણીનો બગાડ કરવો ગમતો નથી. વળી હું મહારાષ્ટ્રિયન છું એટલે મેં તો હોળીની મજા ગળી ગળી પૂરણપોળી સાથે જ માણવી ગમે.

તારક મહેતાન ટીમ સેટ પર માણશે હોળી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ દરેક તહેવાર સરસ રીતે ઉજવે છે તો પછી તેમાં રંગોત્સવનો તહેવાર કેમ બાકાત હોય. આખી ટીમ સેચ પર હોળીના તહેવારના શૂટિંગ દરમિયાન આ તહેવા ધામધૂમથી ઉજવશે.