કાળાહાંડી
અનાથશ્રમ વિશે તો તમે સાભળ્યું જ હશે પરંતુ ઓરિસ્સાના આ અનાથાશ્રમ વિશે તમે નહી સાંભળ્યું નહી. ઘણા માતા-પિતા કોઈ કારણસર નવજાત બાળકોને તરછોડી દેતા હોય છે. પરંતુ દુનિયામાં હજુ પણ માણસાઈ જીવિત છે તેનું ઉદાહરણ આ કપલ પૂરું પાડે છે.
Kalahandi: Shyamsundar Jal & Kasturi Jal run an orphanage "Jashoda Ashram" & are parents to 23 boys & 113 girls who were found abandoned on the streets. Shyamsundar says, "they use our names as their parents. 12 girls are married now. 19 children are studying in KIIT". #Odisha pic.twitter.com/XkFyPIPibZ
— ANI (@ANI) December 31, 2018
શ્યામસુંદર જલ અને તેમની પત્ની કસ્તુરી જલ હાલ ૧૩૬ બાળકોના માતા પિતા છે. આ દંપતિ ’ જશોદા આશ્રમ ‘ નામનું અનાથાશ્રમ ચલાવે છે.
Shyamsundar Jal: Slowly, we built this orphanage from donations. Most of the abandoned children were girls. We used to find children in bushes, near ponds & roads with dog-bites & other problems. So I built a little room that says you can leave children here. #Odisha pic.twitter.com/IWOPz75xk3
— ANI (@ANI) December 31, 2018
અહી રહેલા દરેક બાળકોના માતા-પિતા છે આ દંપતિ. જશોદા આશ્રમમાં મોટા થયેલા બાળકોમાંથી અત્યાર સુધી ૧૯ દીકરીઓના લગ્ન થઇ ચુક્યા છે. જયારે ૧૯ બાળકો KIITમાં ભણી રહ્યા છે.
આ દંપતિએ એક મકાન બનાવ્યું છે. મકાન પર લખ્યું છે તમે બાળકો અહિયાં છોડીને જઈ શકો છો. શ્યામસુંદરે જણાવ્યું કે અમે ડોનેશનની મદદથી ધીરે-ધીરે આ અનાથાશ્રમ વસાવ્યું. અમારા આશ્રમમાં મોટા ભાગના બાળકોમાં દીકરીઓનો સમાવેશ થાય છે. લોકો રસ્તા, બસ, તળાવ કે ગલીમાં બાળક તરછોડીને જતા રહે છે અને અમે તેને શોધી દઈએ છીએ અને અમારા આશ્રમમાં આશરો આપીએ છીએ. લોકો આવી જગ્યાએ બાળક મુકીને જતા રહે છે એટલે અમને વિચાર આવ્યો કે અમે એક યોગ્ય જગ્યા બનાવી દઈએ કે જેથી બાળકને કોઈ નુકશાન ન થાય તેથી અમે આ એક નાનો રૂમ બનાવી દીધો છે.
જશોદા આશ્રમમાં અનાથ બાળકોને તેઓ માતા-પિતા જેટલો જ પ્રેમ આપે છે. આ બદલ તેમને અત્યાર સુધી ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે.
