Not Set/ અજબ-ગજબ/ લગ્નની યાદો તાજા બનાવી રાખવા વરરાજા પૈરાગ્લાઇડિંગ કરી પહોંચ્યો પરણવા

તમારા લગ્ન, જીવનની યાદગાર ઘટનાઓમાંથી એક હશે જે તમે અનુભવો છો. તેને યાદગાર બનાવવા માટે, નવ વિવાહિત યુગલો એકથી એક પ્રયોગ કરતા અચકાતા નથી. જણાવી દઇએ કે, લોસ કાબોસમાં પોતાના લગ્નમાં, વરરાજા આકાશ યાદવનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે વિમાન દ્વારા સ્કાઇડાઇવિંગ કરીને એક ‘જાનૈયા’ તરીકે જમીન પર ઉતર્યો હતો અને પછી કન્યા […]

India

તમારા લગ્ન, જીવનની યાદગાર ઘટનાઓમાંથી એક હશે જે તમે અનુભવો છો. તેને યાદગાર બનાવવા માટે, નવ વિવાહિત યુગલો એકથી એક પ્રયોગ કરતા અચકાતા નથી. જણાવી દઇએ કે, લોસ કાબોસમાં પોતાના લગ્નમાં, વરરાજા આકાશ યાદવનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે વિમાન દ્વારા સ્કાઇડાઇવિંગ કરીને એક ‘જાનૈયા’ તરીકે જમીન પર ઉતર્યો હતો અને પછી કન્યા સાથે સાત ફેરા ફર્યા હતા.

Image result for brides peragliding"

WedMeGood કેપ્શન સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી વીડિયોમાં લખવામાં આવેલ છે કે, ‘વરરાજાએ તેના લગ્નમાં સ્કાઈ ડાઇવિંગ એન્ટ્રી કરી. ત્યારબાદ હવે અન્ય વરરાજા પણ આવુ જ કઇંક કરી શકે છે. આ બતાવે છે કે તમે પોતાના લગ્નમાં કેવી રીતે એન્ટ્રીની યોજના બનાવી રહ્યા છો?

https://www.instagram.com/p/B5VXF-_px7a/?utm_source=ig_web_copy_link

વીડિયોમાં આકાશને દરેક સ્ટ્રેપ ઇન અને કાળા પૈરાગ્લાઇડિંગ સૂટ પહેરી એક પીળા અને સફેદ રંગનાં પૈરાશૂટની સાથે જમીન તરફ આવતો દેખાડવામા આવ્યો છે. વીડિયોની પૃષ્ઠભૂમિમાં, ઉત્સાહિત લોકો તાળીઓ પાડી રહ્યા છે, તેઓ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. વરરાજાનાં માતા-પિતાએ કહ્યું કે જ્યારે દીકરો આવો નિર્ણય લે છે ત્યારે તેમને થોડો ડર લાગ્યો હતો પરંતુ હવે બધુ ઠીક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.