Not Set/ બિન સચિવાલય પરીક્ષા વિવાદ/ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને નૈનાબા જાડેજા પહોચ્યા ગાંધીનગર

પોતાના હક્ક માટે અધિકાર માટે લડતા વિદ્યાર્થીઓને વહારે એક પછી એક મહાનુભાવો પધારી રહ્યા છે. ગઈકાલ સવારથી ગાંધીનગર ખાતે આંદોલન માટે બેઠેલા વિદ્યાર્થી પોતાના હક્ક માટે લડી રહ્યા છે. અને તેમને એક પછી એક પાર્ટી અને મહાનુભાવોનું સમર્થન મળી રહ્યું છે. આજે સવારે NCP નેતા શંકરસિંહ બાપુએ વિધાર્થીઓની મુલાકાત લીધી હતી અને તેમનો જુસ્સો વધાર્યો […]

Top Stories Gujarat

પોતાના હક્ક માટે અધિકાર માટે લડતા વિદ્યાર્થીઓને વહારે એક પછી એક મહાનુભાવો પધારી રહ્યા છે. ગઈકાલ સવારથી ગાંધીનગર ખાતે આંદોલન માટે બેઠેલા વિદ્યાર્થી પોતાના હક્ક માટે લડી રહ્યા છે. અને તેમને એક પછી એક પાર્ટી અને મહાનુભાવોનું સમર્થન મળી રહ્યું છે.

આજે સવારે NCP નેતા શંકરસિંહ બાપુએ વિધાર્થીઓની મુલાકાત લીધી હતી અને તેમનો જુસ્સો વધાર્યો હતો. ત્યાર બાદ ગાંધીનગર SP દ્વારા વિદ્યાર્થી નેતાઓને કલેકટર પાસે લઇ જઈ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને હાર્દિક પટેલ પણ આ વિદ્યાર્થીઓના સમર્થનમાં આગળ આવ્યા છે. અને તેઓ પણ ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓની છાવણી માં વિધાર્થીનોઉત્સાહ વાદરવા માટે પહોચ્યા હતા. પરંતુ કોંગ્રેસ આગેવાન ને જોઈ ને વિધાર્થીઓએ GO BACK  ના નારા લગાવ્યા હતા.

આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ જણાવ્યું હતું કે, હું અહી વિદ્યાર્થીઓ ના સપોર્ટ માં આવ્યો છું તેમની લડત સાચી છે. હું કોઈ રાજકારણ કરવા નથી આવ્યો. ભાજપના રાજમાં આવા કૌભાંડો જ ચાલે છે. કોંગ્રેસ યુવાનોનું હિત ઈચ્છે છે.

જયારે હાર્દિક પટેલની હાજરીને લઈને વાતાવરણ થોડું ગરમાયું હતું. તેમ છતાંય હાર્નાદિક પટેલે જણાવ્યું હતું કે, કેટલાક લોકો ને મારું અહીં આવવું પસંદ નથી પડ્યું. અને એટલે જે અહીં મારા આવવા ને લઈને વિરોધ કર્યો છે. હું અહીં વિદ્યાર્થીઓમાં સપોર્ટમાં અવ્યો છું. સરકાર નું વલણ યોગ્ય નથી. હું વિદ્યાર્થીઓ ના સપોર્ટ માં છું. આ લોકો ને ન્યાય મળવો જોઈએ.

જયારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, પરીક્ષા રદ કરવી જોઈએ. વિદ્યાર્થીઓ સાચા છે. સરકાર નું અક્કડવલણ ખોટું છે. રાજકારણની રીતે હું નથી આવી. હું ઉમેદવારોના સમર્થનમાં આવી છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.