Not Set/ વડોદરા સામુહિક દુષ્કર્મ/ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઘટના સ્થળનું નિરીક્ષણ કરી, ઘટનાને કડક શબ્દોમાં વખોડી

વડોદરા ખાતે દુષ્કર્મ ની ઘટનાને આટલો સમય વીતી ગયા બાદ પણ આરોપી પોલીસની પહોંચ થી દુર છે. શહેર આખામાં આરોપીના ૩D સ્કેચ લગાવવામાં આવ્યા છે. તેમ છતાંય હજુ પણ પોલીસ આરોપી ની એક કડી પણ મેળવી શકી નથી. આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વડોદરા ખાતે પહોચ્યા હતા. અને પીડિતાના પરિવાર જનોની મુલાકાત લીધી હતી.  તો સાથે […]

Gujarat Vadodara

વડોદરા ખાતે દુષ્કર્મ ની ઘટનાને આટલો સમય વીતી ગયા બાદ પણ આરોપી પોલીસની પહોંચ થી દુર છે. શહેર આખામાં આરોપીના ૩D સ્કેચ લગાવવામાં આવ્યા છે. તેમ છતાંય હજુ પણ પોલીસ આરોપી ની એક કડી પણ મેળવી શકી નથી.

આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વડોદરા ખાતે પહોચ્યા હતા. અને પીડિતાના પરિવાર જનોની મુલાકાત લીધી હતી.  તો સાથે સાથે તેમને ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી હતી. અને તેનું જાત નિરીક્ષણ કર્યું હતું.  તેમને ઉજનાવ્યું હતું કે ગુજરાત સરકાર દુષ્કર્મ પીડિતની વ્હારે છે.  આ કેસ માટે રાજ્ય સરકારે વિશેષ કમિટી બનાવી છે. અને આરોપીઓને ફાંસીની સજા થાય તે માટે સરકાર તમામ  પ્રયાસ કરશે.

સાથે સાથે તેમણે  પીડિતા અને પરિવારને  ટૂંક સમયમાં વળતરની પણ ખાતરી આપી હતી. આરોપીઓ મનોવિકૃત માનસિકતાવાળો હોવો જોઇએ. તેમ તેમને જણાવ્યું હતું. વધુમાં જાડેજાએ કહ્યું હતું કે, ગુજરાત પોલીસ પર મને પૂરો ભરોસો છે,  આરોપીઓ ખૂબ જ જલ્દીથી ઝડપાઇ જશે. રાજ્ય બહાર પણ તપાસની જરૂર પડશે તો કરાશે. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસનો નિકાલ આવે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.

સાથે સાથે તેમને જણાવ્યું હતું કે, વિશેષ સરકારી વકીલની નિમણુંક પણ આ કેસમાં કરવામાં આવશે. કમિટીમાં ACS હોમ, DGP અને અન્ય સિનિયર અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. આ કમિટી આ કેસનું દરેક 15 દિવસે મોનીટરીંગ કરશે. સમગ્ર મામલાથી મુખ્યમંત્રીને માહિતગાર કરવામાં આવશે. કેબિનેટ મિટિંગમાં પણ દુષ્કર્મનાં મામલે ચર્ચા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.