હૈદરાબાદ સામૂહિક દુષ્કર્મનાં આરોપીઓનાં એન્કાઉન્ટર બાદ હવે દરેકની નજર નિર્ભયા કેસ પર છે. 16 ડિસેમ્બરે આ ઘટનાનાં સાત વર્ષ પૂરા થશે. આ કેસમાં દોષીત વિનય શર્માની દયા અરજીની ફાઇલ ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી છે. રાષ્ટ્રપતિની તરફથી એક ટિપ્પણી પણ સામે આવી, જે પછી ટૂંક સમયમાં આ મામલે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.
#WATCH "Women safety is a serious issue. Rape convicts under POCSO Act should not have right to file mercy petition. Parliament should review mercy petitions,"President Ram Nath Kovind at an event in Sirohi, Rajasthan pic.twitter.com/0noGCUaNhQ
— ANI (@ANI) December 6, 2019
શુક્રવારે રાજસ્થાનનાં સિરોહીમાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે કહ્યું, ‘મહિલાઓની સુરક્ષા આજે એક ગંભીર બાબત છે. પોસ્કો એક્ટ હેઠળ દુષ્કર્મનાં દોષી ઠેરેલાને દયાની અરજી કરવાનો અધિકાર નથી. સંસદે દયા અરજીની આકારણી કરવાની જરૂર છે.’ આપને જણાવી દઇએ કે જો નિર્ભયા દોષીઓની દયા અરજી નામંજૂર કરવામાં આવે તો 2004 પછી દેશમાં એવો પ્રસંગ આવશે જ્યારે દુષ્કર્મનાં દોષીઓને ફાંસીની સજા આપવામાં આવી શકે છે.
President Ram Nath Kovind at an event in Sirohi, Rajasthan: Women safety is a serious issue. Rape convicts under POCSO Act should not have right to file mercy petition. Parliament should review mercy petitions. pic.twitter.com/sUiydWKwHI
— ANI (@ANI) December 6, 2019
ગૃહ મંત્રાલય દ્વારા 2012 માં સામૂહિક દુષ્કર્મનાં દોષી વિનય શર્માની દયા અરજી ફાઇલ પણ રાષ્ટ્રપતિને મોકલવામાં આવી છે. મંત્રાલય તરફથી આ દયા અરજી નામંજૂર કરવા દરખાસ્ત કરવામાં આવી છે. દિલ્હી સરકાર અને દિલ્હી વતી સીએમ અરવિંદ કેજરીવાલે પણ રાષ્ટ્રપતિને દયા અરજીને રદ કરવાની અપીલ કરી છે. હૈદરાબાદનાં આરોપીઓનાં એન્કાઉન્ટર બાદ નિર્ભયાની માતાએ કહ્યુ કે, છેલ્લા સાત વર્ષથી તે 2012 માં ઉભી છે અને તેમ છતાં તેની પુત્રી માટે રાક્ષસો જેવુ વર્તન કરનાર બદમાશો હજુ જીવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, નિર્ભયા સામૂહિક દુષ્કર્મમાં સામેલ આરોપીને પકડવા છ દિવસનો સમય લાગ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
