Not Set/ કોહલીએ બે વર્ષ જૂનો હિસાબ ચૂકતે કર્યો,અમિતાભે કહ્યું વિરાટને ના છંછેડાય

હૈદરાબાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચમાં વિરાટ કોહલીએ ધૂંવાંધાર ફટકાબાજી કરીને ભારતીય ટીમને જીત અપાવી હતી. વિરાટ કોહલીએ T20 મેચમાં તેનો વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર 94 નોટઆઉટ બનાવ્યો હતો.વિરાટની આ ઇનિંગ્સ પર બૉલીવુડ સેલિબ્રિટીથી લઈને દેશ આખો આફરીન થઈ ગયો હતો. આ મેચમાં એક ઉડીને આંખે વળગે તેવી બાબત એ કહોલીએ ગ્રાઉન્ડ ઉપર બેટિંગ કરતી […]

Top Stories

હૈદરાબાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચમાં વિરાટ કોહલીએ ધૂંવાંધાર ફટકાબાજી કરીને ભારતીય ટીમને જીત અપાવી હતી. વિરાટ કોહલીએ T20 મેચમાં તેનો વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર 94 નોટઆઉટ બનાવ્યો હતો.વિરાટની આ ઇનિંગ્સ પર બૉલીવુડ સેલિબ્રિટીથી લઈને દેશ આખો આફરીન થઈ ગયો હતો.

આ મેચમાં એક ઉડીને આંખે વળગે તેવી બાબત એ કહોલીએ ગ્રાઉન્ડ ઉપર બેટિંગ કરતી વખતે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન વિલિયમ્સને કંઈક ઈશારો કર્યો તે રહી હતી.વાસ્તવમાં, 13 મી ઓવરમાં કોહલી અને કેસરિક વિલિયમ્સ પિચની બરાબર વચ્ચે એકબીજા સાથે અથડાયા. કારણકે બૉલર બૉલ પકડી રહ્યો હતો, જ્યારે બેટ્સમેન એક રન માટે દોડી રહ્યા હતા. કોહલીએ તરત જ અંપાયરને ફરિયાદ કરી. વિલિયમ્સએ માફી માંગતાં તરત જ હાથ ઊંચો કર્યો. છતાં કોહલીની આક્રમકતામાં જરા પણ ઘટાડો ન જણાયો.

કોહલીએ વિલિયમ્સની પછીની ઓવરમાં જબરદસ્ત બેટિંગ કરી. ભારતને (16 મી ઓવરમાં) 30 બૉલમાં 54 રનની જરૂર હતી. એ ઓવરના પહેલા બૉલમાં કોહલીએ ફોર મારી, બીજા બૉલમાં સિક્સ.કોહલીએ વિલિયન્સની ઓવરમાં છગ્ગો ફટકારીને મેદાન પર ‘નોટબૂક’ નું પાનું ફાડવાની એક્શન કરી હતી.

મેચ જોઈ રહેલા તમામ દર્શકોને પણ આ વાતે નવાઈ પમાડી હતી. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ વિરાટની આ હરકતને લઈને એક ટ્વીટ કર્યું હતું.

અમિતાભે ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ શેર કરી હતી જેમાં વિરાટે વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટર બોલર વિલિયમ્સને કંઈક ઈશારો કરી રહ્યા છે.

કોહલીએ 16મી ઓવરમાં બોલર કેસરિક વિલિયમ્સનને ઝૂડી નાંખ્યો હતો અને 23 રન લીધા હતા.  બોલિવૂડ અભિનેતા અમિતાભ પણ કોહલીના આ હાવભાવથી આફરીન થઈ ગયા હતા. તેમણે પોસ્ટ શેર કરીને તેમની જ અમર અકબર એંથોની ફિલ્મનો ડાયલોગ પણ લખી નાંખ્યો. બિગ બીએ લખ્યું કે, ‘યાર, કેટલી વખત મે તમને કહ્યું કે, વિરાટને કોઈ છંછેડતા નહીં, પણ તમે લોકો મારું માનતા જ નથી. હવે તમને જવાબ મળી ગયોને… જૂઓ જૂઓ..વેસ્ટ ઈન્ડિઝનું મોં જૂઓ…કેટલું માર્યું…કેટલું ધોયું’

વિરાટ કોહલીએ આવી વિચિત્ર એકશન કરી પોતાનો બદલો વાળ્યો હતો. 2017 માં કેસરિક વિલિયમ્સે કોહલીને આઉટ કરી કઈંક આ રીતે ખુશી વ્યક્તિ કરી હતો, જેને ભારતના કેપ્ટન હજી સુધી ભૂલ્યા નથી. આ ઘટના જમૈકામાં રમાઇ રહેલ ટી-20 દરમિયાન જોવા મળી હતી, ત્યારે વિલિયમ્સે કોહલીને 29 રનના સ્કોર પર આઉટ કરી દીધો હતો અને નોટબુકનું પત્તુ ફાડવાના અંદાજમાં ખુશી વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.