Not Set/ બોટાદ/ ઝગડતા લોકોને છુટા પાડવું પોલીસકર્મીઓને પડ્યું મોંઘુ, પોલીસ પર જ કર્યો હુમલો, સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

બોટાદ જીલ્લાના ગઢડા માં દેવીપુજક સમાજના લોકો અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા. આ ઝઘડાને રોકવા ગયેલ પોલીસ કર્મીઓ પર ટોળાએ હુમલો કરી દેતા એ.એસ.આઈ સહિતના ત્રણ પોલીસ કર્મીઓને ફેકચર સહિતની ઈજાઓ પહોચી છે, જ્યારે પોલીસે હુમલો કરનાર કેટલાક ઇસમોની ધરપકડ કરી છે અને અન્ય લોકોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બોટાદ જીલ્લાના ના ગઢડા […]

Gujarat Others
બોટાદ જીલ્લાના ગઢડા માં દેવીપુજક સમાજના લોકો અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા. આ ઝઘડાને રોકવા ગયેલ પોલીસ કર્મીઓ પર ટોળાએ હુમલો કરી દેતા એ.એસ.આઈ સહિતના ત્રણ પોલીસ કર્મીઓને ફેકચર સહિતની ઈજાઓ પહોચી છે, જ્યારે પોલીસે હુમલો કરનાર કેટલાક ઇસમોની ધરપકડ કરી છે અને અન્ય લોકોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
બોટાદ જીલ્લાના ના ગઢડા શહેરમાં દેવીપુજક વિસ્તારમાં કેટલાક લોકો ઝઘડી રહ્યા હતા અને કેટલાક પુરુષો મહિલાઓને માર મારી રહ્યા હતા. ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલ એ.એસ.આઈ સહિતના ત્રણ પોલીસ કર્મીઓ તેઓને રોકવા જતા તેઓએ પોલીસ સાથે ઝઘડો શરુ કર્યો હતો. જો કે ત્રણ જ પોલીસ કર્મીઓ હોઈ તેઓએ તાકીદે પીસીઆર વાન બોલાવી હતી.
ત્યાં ઝગડી રહેલ લોકોને અટકાવી ને ઇસમોને પીસીઆર વાન માં બેસાડવા જતા, ત્યાં મોટી સંખ્યમાં દેવીપુજક સમાજના લોકો ધસી આવ્યા હતા. અને મહિલાઓ સહિતના ટોળાએ પોલીસ કર્મીઓ પર પથ્થરમારો કર્યો કર્યો હતો, જે દરમિયના એ.એસ.આઈ સહિતના ત્રણ પોલીસ કર્મીઓને ઈજાઓ પહોચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  જ્યારે પોલીસ દ્વારા કેટલાક ઇસમોની ધરપકડ કરી અને તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા જયારે હુમલો કરનાર અન્ય ઇસમોને ઝડપી લેવા ની તજવીજ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.