Not Set/ Miss Universe 2019/ સ્વિમસ્યૂટમાં રેમ્પવોક કરતી આ કંટેસ્ટન્ટ લપસી પડી, પછી કર્યુ કઇંક એવુ બધા કરી રહ્યા છે વખાણ

અમેરિકામાં યોજાયેલ મિસ યુનિવર્સ 2019 ની સ્પર્ધામાં એક એવો બનાવ બન્યો હતો જે આજે સોશિયલ મીડિયામાં ખૂબ જોવા મળી રહ્યો છે. અહી વિશ્વની સુંદર મહિલાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઘણા રાઉન્ડ ચાલ્યા, પરંતુ સોશિયલ મીડિયા પર સ્વિમસૂટ રાઉન્ડની ખૂબ ચર્ચા થઈ રહી છે. સ્વિમસ્યુટ રાઉન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો […]

Top Stories World

અમેરિકામાં યોજાયેલ મિસ યુનિવર્સ 2019 ની સ્પર્ધામાં એક એવો બનાવ બન્યો હતો જે આજે સોશિયલ મીડિયામાં ખૂબ જોવા મળી રહ્યો છે. અહી વિશ્વની સુંદર મહિલાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઘણા રાઉન્ડ ચાલ્યા, પરંતુ સોશિયલ મીડિયા પર સ્વિમસૂટ રાઉન્ડની ખૂબ ચર્ચા થઈ રહી છે. સ્વિમસ્યુટ રાઉન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/p/B5ygN-2ijVh/?utm_source=ig_web_copy_link

આ વિડિઓમાં, સ્પર્ધા દરમિયાન, સ્વિમસ્યુટમાં ઘણા સ્પર્ધક રેમ્પવોક પર ચાલતા જતા અચાનક નીચે પડતા જોવા મળે છે. દરેક જોઈને આશ્ચર્યચકિત થાય છે, પરંતુ આમાંથી એક સ્પર્ધક કંઈક આવું કરે છે, જેના દરેક વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર, મિસ ફ્રાંસ માએવા કૂચ સ્વિમ સૂટમાં રેમ્પવોકનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે જાતે રેમ્પ પર ચાલતી નજરે પડે છે, પરંતુ અચાનક તે પડી જાય છે. પરંતુ લપસી પડવાના કારણે માએવા કૂચ જરા પણ નિરાશ થતી નથી. તે ફરીથી પૂરા આત્મવિશ્વાસ સાથે ઉઠે છે અને એક સ્મિત સાથે જજીસ તરફ જોઇ અને બધાને બાય બાય કરતા પાછી ચાલી જાય છે. આ વીડિયોને શેર કરતાં, માએવાએ લખ્યું, “પડીને ઉભુ થવુ એ મહિલાઓનાં જીવનનો સાર છે. દરેક વ્યક્તિ આવા બનાવથી જ શીખે છે.”

https://www.instagram.com/p/B5xxIp4g1bi/?utm_source=ig_web_copy_link

આપને જણાવી દઈએ કે રેમ્પવોક પર પડનાર માએવા એકલી નહોતી. આ સિવાય પણ ઘણા અન્ય કંટેસ્ટન્ટ આ રેમ્પ પર પડી ગયા હતા. જે ખૂબ જ આશ્ચર્યજનક છે. જેના કારણે એવું માનવામાં આવતું હતું કે આ બધુ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું હતુ. પરંતુ બીજી તરફ આયોજકોનો દાવો છે કે રેમ્પ ઉપર ભીનાશ હોવાના કારણે સ્વીમસ્યુટ રાઉન્ડમાં આ ઘટના બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.