Not Set/ વાણિજ્ય અને શૈક્ષણિક નગરી તરીકે ઓળખાતું તલોદ, પરિવહન વ્યવસ્થાથી જ વંચિત

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાને વાણિજ્ય નગરી અને શૈક્ષણિક નગરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ વર્ષ ૨૦૦૬ માં તાલોદ એસટી ડેપો બંધ કરી દેવાતા ગામડાઓમાંથી કે પછી તલોદ શહેરથી બીજા શહેર તરફ અવર જવર કરવા માટે સ્થાનિકોએ ખાનગી સાધનમાં મુસાફરી કરવી પડે છે,  જેને લઇ સ્થાનિકોને મોટી અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. ૧૨ વર્ષ પહેલા […]

Gujarat Others

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાને વાણિજ્ય નગરી અને શૈક્ષણિક નગરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ વર્ષ ૨૦૦૬ માં તાલોદ એસટી ડેપો બંધ કરી દેવાતા ગામડાઓમાંથી કે પછી તલોદ શહેરથી બીજા શહેર તરફ અવર જવર કરવા માટે સ્થાનિકોએ ખાનગી સાધનમાં મુસાફરી કરવી પડે છે,  જેને લઇ સ્થાનિકોને મોટી અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. ૧૨ વર્ષ પહેલા બંધ કરેલ એસટી ડેપો હવે

એક તરફ રાજ્ય સરકાર પરિવહન ઝડપી અને સલામત બને એ માટે એસટી નિગમને પ્રોત્સાહન  આપે છે ત્યારે તલોદ તાલુકામાં આવેલ એસટી ડેપો જેતે સમયે એ ગ્રેડના ડેપો માં સમાવેશ થતો હતો. પરંતુ અચાનક વર્ષ ૨૦૦૬ માં એસટી ડેપો ને બંધ કરી પ્રાંતિજ મથકના એસટી ડેપો માં સમાવેશ કરી દીધો હતો.

ત્યારે તલોદમાં બસ સ્ટેન્ડ જાણે કે પીક અપ સ્ટેન્ડ થઇ ગયું છે ત્યારે રોજ બરોજ ધંધાર્થે આવતા જતા વેપારી નોકરિયાત કે પછી વિધાર્થીઓ ને અવર જવર કરવામાં મોટી સમસ્યા સર્જાય છે. અને મોંઘા ભાડા ખર્ચી ખાનગી સાધનોમાં જોખમી સવારી કરવી પડી  રહી છે. હાલ તલોદ તાલુકામાં બસો તો આવે છે, પણ બીજા ડેપો માંથી આવતા જતા રૂટની બસ માત્ર પેસેન્જર લેવા જ રોકાતી હોય છે અને આજુ બાજુ ના ગામો થી તલોદ સુધી તો બસો આવતી નથી જેના કારણે હાલ સ્થાનિકો મોટી અગવડતા ભોગવી રહ્યા છે. અને માંગ  કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી બસ સેવા કાર્યરત થાય.

એક તરફ સ્થાનિકો દ્વારા બસ સેવા ફરી કાર્યરત કરવા માટે અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. પરંતુ કોઈ યોગ્ય નિરાકરણ આજ દિન સુધી થયું નથી. પરંતુ કેટલાક રૂટ અન્ય ડેપોની બસ દ્વારા તલોદ માંથી પરિવહન કરવામાં આવે છે.

જેનાથી કેટલાક નિશ્ચિત સ્થળ સુધી મુસાફરી થઇ શકે છે. ત્યારે એસટી વિભાગ દ્વારા નીતિ વિષયક નિર્ણય લઇ વર્ષ ૨૦૦૫-૦૬ માં તલોદ ડેપોને પ્રાંતિજ ડેપોમાં મર્જ કરાયો હતો. અને જેતે સમયે રાજ્યમાં ૧૨ થી ૧૫ ડેપોને નજીકના ડેપોમાં મર્જ કરાયા હતા. પરંતુ તલોદ ડેપોનું નવીનીકરણનું કામ હાલ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જે ટૂંક સમય માં પૂર્ણ કરવાંમાં આવશે અને બસ સેવાઓ ફરી કાર્યરત કરવામાં આવશે જેવો દાવો એસટી વિભાગે કર્યો છે. પરંતુ હાલ તો સ્થાનિકો મુસાફરી કરવા માટે અગવડતા ભોગવી રહ્યા છે.વેપારીઓ અને વિધાર્થીઓને ભારે અગવડ પડે છે. તલોદ એટલે વાણીજ્ય અને શૈક્ષણિક નગરી છે.

એક તરફ જોખમી મુસાફરી ઘટાડવા માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ જે પ્રમાણે હાલ બસ સેવાઓ પૂરતીના મળવા ના કારણે રોજે રોજ મુસાફરી કરતા સ્થાનિકો અને ગામોમાંથી ઉચ્ચ અભ્યાસ અર્થે આવતા વિધાર્થીઓ ખાનગી સાધનો નો સહારો લેવો પડે છે પરંતુ સલામત સવારી એસટી અમારીનો લાભ લેવા સ્થાનિકો અનેક વાર રજૂઆત કરી ચુક્યા છે પરંતુ સલામત સવારીનો લાભ ક્યારે મળશે એ તલોદના નગરજનો જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.